Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વેંગણી ગામે પીવાના પાણી માટે લોકોના વલખાં : કલેક્ટરને આવેદન આપ્યું

Share

10 દિવસમાં પાણી નહીં મળે તો ભરૂચ-દહેજ રોડ પર રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી
ભરૂચ.
વાગરા તાલુકાના વેંગણી ગામમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે.  છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રામજનો પીવાના પાણીની તંગી વેઠી રહ્યાં છે. લોકોને ગામમાં બોરનું પાણી પીવું પડી રહ્યું છે. જેના કારણે લોકોને કામય રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યાં છે.  નળ સે જળ યોજનામાં જ્યાં દરેક ગામમાં પાણી પહોંચાડવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે આ યોજના હેઠળ હજી સુધી તેમના ગામમાં પાણી અપાયું નથી. ત્યારે સોમવારે ગ્રામજનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગામમાં પાણી મળી રહે તે માટેની રજૂઆત કરી હતી. ઉપરાંત જો 10 દિવસમાં પાણી નહીં મળે તો આગામી દિવસોમાં ભરૂચ-દહેજ રોડ પર આખું ગામ ઉતરી આવશે અને વાહન વ્યવહાર બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.
કલેક્ટર કચેરીના વેટીંગ રૂમમાં જ પાણી નહીં
વેંગણી ગામમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રમજનો કલેક્ટર કચેરીએ પહોંચતાં આવેદન આપવા જતી વેળાં મુખ્ય આગેવાનોને જ કચેરીમાં જવા દીધાં હતાં. જોકે, બાકીના લોકો વેટીંગ રૂમ પાસે બેઠાં હતાં. દરમિયાનમાં તેઓને તરસ લાગતાં ત્યાં મુકેલાં કુલર પર જતાં ત્યાં પાણી જ નહીં હોવાથી તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો. કલેક્ટર કચેરીમાં વેટીંગ રૂમમાં જ જ્યારે પાણી નથી આપી શકતું તો ગામ સુધી ક્યારે પહોંચાડશે તેવી ટકોર મહિલાઓએ કરી હતી.

Share

Related posts

દારૂબંધીના કાયદાનું પાલન કરાવવા બાબતે દહેજના લખીગામ ખાતેના ગ્રામજનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી…

ProudOfGujarat

ઉમરપાડાના આમલી દાબડા ગામે વંટોળિયો ફુકાતા ખેડૂતનું ઘર પડી જતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો

ProudOfGujarat

નર્મદા તટે પંચકોશી નર્મદા પરિક્રમા માટે સુવિધાઓ વધારવા નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!