Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ૨૩ જૂનથી ૩ જુલાઇ સુધી ધો.૧૦-૧૨ પૂરક પરીક્ષા યોજાશે

Share

ભરૂચ

તા.૨૩ જૂન, ૨૦૨૫ થી તા.૩ જુલાઇ, ૨૦૨૫ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ પૂરક પરીક્ષા યોજાશે, તેના આયોજન અર્થે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પરીક્ષા સાથે સંકળાયેલા તમામ વિભાગોને લાઈઝનીંગમાં રહી તમામ વ્યવસ્થાઓ સુનિચિત કરવા વિવિધ રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમજ પરીક્ષાની આનુષાંગિક ભૌતિક સુવિધાઓની ચકાસણી કરી લેવા અનુરોધ તેમણે કર્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે પૂરક પરીક્ષાલક્ષી વિગત આપતા જણાવ્યુ કે,તા.૨૩ જૂન થી તા.૧ જુલાઇ સવારે ૧૦ થી બપોરે ૧.૧૫ વાગ્યા દરમિયાન ૦૯ બિલ્ડિંગના ૮૮ બ્લોકમાં ધો.૧૦ની પરીક્ષા છે, ૨૬૪૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.
તા.૨૩ જૂન થી તા.૩ જુલાઇ સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૪૫ વાગ્યા દરમિયાન ૦૫ બિલ્ડિંગના ૪૩ બ્લોકમાં ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) છે, ૧૨૯૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.
જૂન-૨૦૨૫ની તા.૨૩ થી તા.૩૦ બપોરે ૩ થી સાંજે ૬.૩૦ વાગ્યા દરમિયાન ૦૫ બિલ્ડિંગના ૪૬ બ્લોકમાં ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા છે, આશરે ૯૧૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. આમ ભરૂચ જિલ્લામાં કુલ ૪૮૪૦ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.
ભરૂચ શહેરની પ્રાર્થના વિદ્યાલય, ડૉ.ગંગુબેન હડકર ગર્લ્સ હાઈસ્કૂલ, વી.કે.ઝવેરી સાધના હાઇસ્કુલ, જે.બી.મોદી વિદ્યાલય, સ્વામિ નારાયણ ગૂડવીલ હાઇસ્કુલ, બી.ઈ.એસ.યુનિયન હાઈસ્કૂલ, રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય, શ્રી નર્મદા હાઈસ્કૂલ, શુક્લતીર્થ, ધી સાર્વજનિક હાઈસ્કૂલ હિંગ્લોટ જ્યારે એસએસસી સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓક્ઝેલિયમ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ, આર.એસ. દલાલ હાઈસ્કૂલ અને મુનીર મુન્શી સાર્વજનિક માધ્યમિક શાળા ભરૂચ સહિતના સ્થળોએ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા રહેશે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં, અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ, શિક્ષણ, એસટી, આરોગ્ય સહિત વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા એલ.સી.બી શાખાએ બાઇક ચોરી કરતી ગેંગ ઝડપી પાડી,૧૮ બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી…

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 1049 મતથી આગળ અને 600 મતની લીડથી વિજય થયો.

ProudOfGujarat

ભરૂચ : વાગરા સ્થિત બચ્ચો કા ઘર કોવિડ કેર સેન્ટર ગરીબો માટે જીવન સંજીવની સાબિત થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!