Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની 119મી સાધારણ સભા મળી

Share

ભરૂચ.

ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકના સભાખંડમાં બેંકની 119મી સાધારણ સભાનું આયોજન થયું હતું. બેંકના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, બેંકએ આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે. 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક આજે પોતાની બે હેડ ઓફિસ ધરાવે છે અને જિલ્લામાં કુલ 19 શાખાઓ પોતાની બિલ્ડીંગમાં સફળતાપૂર્વક કાર્યરત છે. તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકી રહેલી નવી યોજનાઓ અંગે માહિતી આપી. આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી. તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો. આ પ્રસંગે બેંકના હોદ્દેદારો, કર્મચારીઓ, આગેવાનો, મંડળીના ચેરમેનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ખોપીમાં 24 દિવસનો ખેડૂત આક્રોશ થંભ્યો, મંત્રીઓએ પારણા કરાવ્યાં :  જંગલ જમીન મુદ્દે સરકારના આશ્વાસન બાદ ધરણાનો અંત; હવે 3થી 4 મહિનામાં વચન પૂરું કરવાની સરકાર સામે કસોટી

ProudOfGujarat

ટિકિટ મળે કે ન મળે એની ચિંતા મનસુખ વસાવા નથી કરતો, ના મળે તો સ્વતંત્ર રીતના ડબલ તાકાતથી બોલીશ : સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!