Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં ડુબેલી મહિલાનો મૃતદેહ મળ્યો

Share

ભાઇ-બહેન બે દિવસ પહેલાં નદીમાં ન્હાવા ગયાં હતાં

ભરૂચ

Advertisement

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહના બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેમને કમળો થતાં તેની સારવાર ચાલી રહી હતી. સારવાર પૂર્ણ થયાં બાદ ઘરે આવતાં તેઓ તેમના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ બે દિવસ પહેલાં નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાવવા લાગી હતી. જેના પગલે ભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમ સાંભળી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાયટરો પણ નદી કિનારે પહોંચ્યા હતા. પાણીમાં ગુમ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પાલિકાના લાશ્કરો દ્વારા સતત બે દિવસથી મહિલાનો મૃતદેહ શોધવાની કવાયતમાં હતાં. દરમિયાનમાં શનિવારે બપોરે તેની લાશ મળી આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ખેતરના શેઢા પરથી ઘાંસ કેમ કાપે છે કહીં શખ્સને લાકડીના સપાટા માર્યાં 

ProudOfGujarat

મોદીરાજમાં રૂપિયો 22% નબળો થયો, દુનિયાની 6 સૌથી નબળી કરન્સીમાં ભારતનો રૂપિયો સામેલ થયો…

ProudOfGujarat

નર્મદા ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ ૧૬૧.૭૬ કરોડની કિંમતનું કરાયું વીજ ઉત્પાદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!