Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉભેલાં બોઇલર ટેલરમાં ઇકો ભટકાતાં ઝઘડિયાની વીરફાર્મા કંપનીના કર્મીઓ ઘવાયાં

Share

ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી કવિતા ધામ સોસાયટીમાં રહેતાં કરણ કાંતી પટેલ ઝઘડિયા ખાતે આવેલી વિર ફાર્મા કંપનીમાં જુનિયર ઓફિસર તરીકે નોકરી કરે છે. તેઓ તેમની કંપનીમાં નોકરીએ ગયાં હતાં. જ્યાંથી રાત્રીના સાડાદશેક વાગ્યે તેઓ છુટતાં તેઓ કંપનીની ઇકો કારમાં ભરૂચ પરત આવવા માટે નિકળ્યાં હતાં. તેમની સાથે પ્રથમસિંહ રાણા, વિકાસ વસાવા પણ હતાં. જોકે, રસ્તામાં મુલદ ચોકડીએ વિકાસ વસાવા ઉતરી ગયાં હતાં. જે બાદ તેઓ ભરૂચ તરફ આવી રહ્યાં હતાં. અરસામાં કેબલ બ્રીજના ઉત્તર છેડે ઝાડેશ્વર સર્કિટ હાઉસ પાસે એક મોટું બોઇલર ટ્રેલ રોડની સાઇડમાં ઉભી કરી દેવાયું હોઇ તેમની કાર ધડકાભેર તેમાં ભટકાઇ હતી. અકસ્માતમાં કરણ પટેલ તેમજ પ્રથમસિંહને ગંભીર ઇઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. અકસ્માતમાં તેમની કારને પણ ભારે નુકસાન થયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સિહોરના રાજકોટ રોડ ભગવતી નગર નાકે દુકાન માંથી ચોરી કરનાર કિશન લોક-અપના સળિયા પાછળ ધકેલાયો..

ProudOfGujarat

ભરૂચથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શનાર્થે રવાના

ProudOfGujarat

ભરૂચમાં IHRSJC દ્વારા “ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬” નો ભવ્ય સમારોહ યોજાયો : સમાજ સેવા, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!