Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં મેઘમહેર : ચાર તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

Share

વહેલી સવારથી જ આકાશમાં વાદળોની ફોજ રહેતાં ગરમીમાંથી રાહત

કેટલાંક સ્થળે વરસાદના પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેર જિલ્લામાં એક તરફ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સોમવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં દિવસભરમાં સૌથી વધુ અંકલેશ્વર અને હાંસોટમાં ૩૧-૩૦ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચમાં ૨૬ અને વાલિયામાં ૨૩ મીમી વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. શનિવારથી જિલ્લામાં મેધરાજાની પધરામણી થઈ ગઈ છે. શનિવારે સાંજે વાતાવરણમાં પલટા બાદ વરસાદ જામ્યો હતો. જે બાદ રવિવારે પણ સાંજના સમયે જ વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, સોમવારે સવારથી જ આકાશમાં વાદળો છવાયેલાં હતાં. સવારે જિલ્લામાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડયા બાદ બપોરના સમયે ભરૂચ શહેરમાં આકાશ કાળા ડિંબાંગ વાદળો છવાયાં બાદ વીજળીના કડાકાભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માત્ર ૧૫થી ૨૦ મિનીટમાં જ ૨૧ મિમી એટલેકે અંદાજે એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દિવસભરમાં સૌથી વધુ વરસાદ અંક્લેશ્વરમાં ૩૧ અને સૌથી ઓછો વરસાદ આમોદનમાં ૪ મીમી નોંધાયો હતો.


Share

Related posts

પરિસ્થિતિને અનુકૂળ થવું એ જ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ – ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં પીપદરા ચોકડીથી સંજાલી ગામ જવા તરફ જવાના રોડ પર હજારો રોકડ રૂપિયાની લૂંટ, જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ સ્ટેશનના મારા-મારીના ગુનામાં વર્ષ ૨૦૦૮ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!