Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કલેક્ટર કચેરી પાસે તાજેતરમાં બનેલી ગટર લાઈનમાં ટ્રક ફસાઈ

Share

રેલવે ગોદીમાંથી યુરિયા ભરીને ટ્રક ડભોઈ જઈ રહી હતી

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરમાં એક તરફ રોડ બને અને તુરંત કોઈને કોઈ કારણસર રોડ પુન: ખરાબ થઈ જાય તેમ છાસવારે બને છે. ત્યારે ભરૂચની કલેક્ટર કચેરી પરનો રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. જોકે, રોડની સાઈડમાંથી પસાર થતી ગટરના ચેમ્બર બેસાડવાની કામગીરી બાકી હતી. જોકે, હાલમાં જ પાલિકાએ ગટર લાઈન પરના ચેમ્બર બેસાડવા સાથે રોડપરનું કાર્પેટીંગ કરી દેવાયું હતુ.

દરમિયાનમાં સોમવારે સવારના સાડાદશ અગિયાર વાગ્યાના અરસામાં રેલવે ગોદીમાંથી યુરિયાની બેગો ભરીને ડભોઈ જવા માટે નિકળેલી એક ટૂક ત્યાંથી પસાર થઈ રહી હતી.તે વેળાં તે ગટર લાઈનના ચેમ્બર પાસે તાજેતરમાં જ કરાયેલાં પુરાણમાં ઘુસી ગઈ હતી. જેના કારણે વાહન વ્યવહારને અસર પડી હતી. પાલિકા તંત્રએ ઘટના બાદ સત્વરે મરામત કામ કરીને રોડ પુન: બનાવી દેવાશે તેવી બાંહેધરી આપી હતી.

નોંધનિય છે કે, ભરૂચ શહેરી વિસ્તારમાં ભારેવાહનોની અવર-જવર પર સવારના ૮થી રાત્રીના ૮ વાગ્યા સુધી પ્રતિબંધ છે. ત્યારે યુરિયાની ગુણો ભરીને જતી ટ્રક ચાલકે બપોરના સમયે માલસામાન વહન કરવા માટેની પરમિશન લીધી હતી કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.


Share

Related posts

ફિલ્મ નિર્માતા સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે, ડો. સાગરના શબ્દો એટલા અનોખા છે કે તેમાં વધુ મધુરતા અને સંગીતમયતા છે.”

ProudOfGujarat

વલસાડ પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂનો નશો કરી આવતા 2278 લોકોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2548 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!