Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકાએ રખડતા પશુઓ પકડવાની ઝૂંબેશ શરુ કરી

Share

ભરૂચ.

ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફીકને અડચણરૂપ રખડતા પશુઓને પકડી કબજે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત બુધવારે નગરપાલીકાની ટીમોએ શહેરી વિસ્તારમાં ઢોર ડબા સાથે નિકળી હતી. ટીમે અલગ અલગ સ્થળેથી ૩ ગાય પકડી કબજે કરી પાંજરાપોળ મુકામે મોકલેલ છે. સદર કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. જેથી તમામ પશુપાલકોએ તેઓના કબજા હેઠળના પશુઓ બાંધીને રાખવા તથા જાહેર રસ્તા પર રખડતા છોડવા નહી જો તેમ કરતા માલુમ પડશે તો તમામ પશુઓ કબજે લઈ પાંજરાપોળ મોકલી આપવામાં આવશે તથા સરકારની સુચના મુજબ નિયત કરેલ દંડ વસુલ લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં આવતીકાલે નેશનલ લોક અદાલત યોજાશે.

ProudOfGujarat

એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ટીમ ઇવેન્ટમાં ભારતને મળ્યો બ્રોન્ઝ, ટીમમાં બે સુરતી…

ProudOfGujarat

પંચમહાલ : રાવળ સમાજ યુવાનને જાતિવાચક શબ્દો બોલતા સમાજના યુવાનોએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!