Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની 212 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન

Share

67 માં સામાન્ય, 145 માં પેટા ચૂંટણીમાં 665 પોલીસ, 874 પોલિંગ સ્ટાફે બજાવી ફરજ
ભરૂચ.
ભરૂચ જિલ્લામાં પણ આજે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 કલાકથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થયું. જિલ્લામાં 68 ગ્રામ પંચાયતની સામાન્ય અને 145 ની પેટા ચૂંટણીમાં 18 પંચાયતો પહેલાથી જ સમરસ થઈ હતી.
આજે 67 ગ્રામ પંચાયત સાથે પેટા ચૂંટણીમાં 53 સરપંચ અને 287 વોર્ડ સભ્યો માટે 1.46 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 174 મતદાન મથકો પૈકી 20 અતિ સંવેદનશીલ અને 77 સંવેદનશીલ મથકો પર વિશેષ તકેદારી રખાઈ હતી. ચૂંટણી ફરજમાં 874 પોલિંગ સ્ટાફ, 33 ઝોનલ અધિકારી, 665 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં કાર્યરત રહ્યો હતો. વરસતા વરસાદમાં પણ યુવા, વૃદ્ધ, અશક્ત, મહિલા સહિતના મતદારોએ સવારથી જ અદમ્ય ઉત્સાહ દાખવતા ઊંચું મતદાન નોંધાય તેવી શકયતા રહેલી છે. જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ બપોર સુધી સામે આવ્યો ન હતો. વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને  મતદાન બુઠ પર સવારથીજ મોટી સંખ્યામાં મતદાન મથક પર મતદારો ઉમટી પડ્યા હતા. તંત્ર તરફથી મતદારોને અનુકૂળ વાતાવરણ માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક ઉપર મતદારોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ગામ  પંચાયત ચૂંટણીના મતદાન સમય દરમિયાન મતદાન મથકો ઉપર બેલેટ પેપરથી મતદાન થતાં એક મત આપતા પાંચ થી સાત મીનીટ નો સમયગાળો લાગતા મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાંબી લાઈનો કતારો જોવા મળી હતી

Share

Related posts

ભરૂચ : લૂંટનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે : પાટણના કિમ્બુવામાં 500 થી વધુ મહિલાઓ ટોપલા ઉજવણી કરી : માસ્ક- સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી વાતાવરણમાં આશ્ચર્યજનક રીતે પલટો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!