Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેમિકલ ચોરીના માસ્ટર માઇન્ડ સત્તારશા ઉર્ફે સમીર મલંગશા દિવાન સહિત 3 ઝબ્બે

Share

નબીપુર પાસે પાસેની રિલીફ હોટલ નજીક ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું
ભરૂચ.
દહેજમાં કેમિકલ ચોરીનો કારસો સ્થાનિક પોલીસે ઝડપી પાડી કુલ 3.56 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે 4 જણાને ઝડપી પાડ્યાં હતાં. જોકે, મુખ્ય સુત્રધાર સત્તારશા દિવાન સહિત 7 જણાને વોન્ટેડ જાહેર કર્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમે નબીપુર પાસેની રિલીફ હોટલ પાસેથી પણ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કુલ 39.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત મુખ્ય સુત્રધાર સત્તારશા દિવાન સહિત 3 જણાને ઝડપી પાડ્યાં હતાં.
ભરૂચ એલસીબીની ટીમ નેશનલ હાઇવે પર નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પર નબીપુર પાસે આવેલી રિલીફ હોટલ પાસે ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં રિલીલ હોટલ નજીક રોડની બીલકુલ સાઇડમાં ઉભેલાં એક ટેન્કરમાંથી ત્રણ જણા કાંઇ કરતાં હોવાનું જણાતાં ટીમે ટેન્કરને કોર્ડન કરી દરોડો પાડતાં તેઓ ટેન્કરના વાલ્વની પેટી ખોલીને પાઇપ વડે  કારબામાં કેમિકલ કાઢતાં જણાયું હતું. જેથી ટીમે ત્રણેયની ધરપકડ કરતાં તેમના નામ તુલસારામ જસારામ જાંટ (રહે. બલોતરા, રાજસ્થાન), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ( હાલ રહે. સાલેહ પાર્ક, પાલેજ મુળ રહે. રાજાવાડી સૈયદપુરા સુરત) તેમજ વસીમ સિરાજ દિવાન (રહે. શિનોર, વડોદરા) હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં તેઓ ટેન્કરમાંથી સ્ટાઇરીન કેમિકલની ચોરી કરતાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલાં 3 અને 15 ખાલી કારબા, તેમજ 28.620 મેટ્રીક ટન કેમિકલ ભરેલું ટેન્કર એક પિકઅપ તેમજ 3 મોબાઇલ સહિત કુલ 39.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તુલસારામ જસારામ જાંટ, સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન તેમજ વસીમ સિરાજ દિવાન  વિરૂદ્ધ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઝડપાયેલાં ડ્રાઇવરે અન્ય ડ્રાઇવરો થકી સત્તારશા દિવાનનો સંપર્ક કર્યો
ઝડપાયેલાં તુલસારામ જાંટે પ્રાથમિક પુછપરછમાં જણાવ્યું હતું કે, તે હજીરાના અદાણીપોર્ટથી સ્ટાઇરીન કેમિકલ ભરીને વડોદરાના નંદેસરી ખાતે આવેલી સ્ટાઇરીનીક્ષ પર્ફોમન્સ મટિરીયલ કંપનીમાં લઇ જતો હતો. અન્ય ડ્રાઇવરો થકી તેને જાણ થઇ હતી. કે, પાલેજનો સત્તારશા દિવાન ટેન્કરમાંથી ચોરીનું કેમિકલ લે છે અને એક કારબાના 1500 રૂપિયા આપે છે. તે તેનું ટેન્કર નબીપુર-પાલેજ વચ્ચે ઉભુ રાખે ત્યોર સત્તારશા દિવાન આવીને કેમિકલ કાઢીને લઇ જતો હતો.
500-600નું કમિશન રાખી અમદાવાદના બે કેમિકલ વેપારીને આપતાં

એલસીબીની ટીમે ઝડપાયેલાં આરોપીઓ પૈકીના મુખ્ય સુત્રધાર ગણાતાં સત્તારશા ઉર્ફે સમીર મલંગશા દિવાન તેની બોલેરો પિકઅપ લઇને આવતો હતો. અને તે ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરી તેમના ટેન્કરમાંથી સ્ટાઇરીન કેમિકલ ચોરી કરતો હતો. જેના બદલામાં તે 35 લિટરના એક કારબાના 1500થી1600 રૂપિયા ડ્રાઇવરોને આપતો હતો. જોકે, તે પોતાનું 500થી 600 રૂપિયાનું કમિશન રાખીને અમદાવાદના કેમિકલ વેપારી ધવલ પટેલ તેમજ સંજય નામના શખ્સને આપતો હોવાની કબુલાત કરી હતી.


Share

Related posts

ભરૂચ પૂર્વપટ્ટી ઉપર બિલ્ડરો બેફામ, પંચાયત કે તંત્રની મંજૂરી વિના ખોદકામ કરાતા વાહન ચાલકો ફસાયા.

ProudOfGujarat

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

ProudOfGujarat

Slow Train Through Spain: A Narrow-gauge Ride Through España Verde

admin

Leave a Comment

error: Content is protected !!