Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આગામી ૧૨ મી જુલાઈ ના રોજ ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાશે

Share

સેવા, સમાધાન અને સમજણથી ચાલો લોક અદાલતને સફળ બનાવીએ

। ભરૂચ ।

Advertisement

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા આગામી તા.૧૨-૭-૨૦૨૫ ના રોજ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ચેક બાઉન્સના કેસો, બેન્ક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસો, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસો, વિજળી અને પાણીના બીલના સમાધાનપાત્ર ન હોય તે સિવાયના કેસો, કૌટુંબીક તકરારના કેસો, જમીન સંપાદનના કેસો, સર્વિસ મેટનર પે અને અલાઉન્સસીસ તથા નિવૃત્તિ લાભના કેસો, સીવીલ કેસો (ભાડુઆત હક્ક, સખાધીકાર હક્ક, મનાઈ હુકમના દાવા, વિશિષ્ટ દાદના દાવા), મિલકત વહેંચણના દાવા વિગેરે પ્રકારના કેસો માટે નેશનલ લોક અદાલતનું રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવશે.

ભરૂચ જિલ્લાની તમામ જાહેર જનતા તેમજ પક્ષકારોને તેઓના ઉપરોક્ત જણાવેલા પૈકી પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ લાવવા તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિરકારણનું ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારોને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાન થતુ નથી અને સમયની બચત થાય છે. જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા-તાલુકા કોર્ટનો સંપર્ક કરવા માટે સચિવ સિનિયર સીવીલ જજ, જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા જણાવવામાં આવ્યુ છે.


Share

Related posts

રાજપીપળાના વિજય ચોક સર્કલ પર ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજને બદલે નવો રાષ્ટ્ર્રધ્વજ નગરપાલિકા કયારે ફરકાવશે?.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું અંધેર વહીવટ, જીઈબી માં બિલ બાકી રહેતા કનેકશન કપાયું..?

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!