Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઇ એકસ્પ્રેસ વે પર ટેન્કરની ટક્કરે ઇનોવાને અકસ્માત

Share

સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની નહીં
ભરૂચ
સુરત જિલ્લાના ચાર્યાસી તાલુકામાં આવેલાં ભાટીયા ખાતે રહેતા બીલાલ અબ્દુલ કાદર તથા તેમના મામાનો પુત્ર મોહંમદ યુનુસ અને ઇમરાન સાથે તેમની ઇનોવા કાર લઇને મહેસાણામાં સામાજિક કામ માટે ગયા હતા. તેમનું કામ પૂર્ણ થયાં બાદ તેઓ તેમની કાર લઇને પરત ભાટીયા તેમના ઘરે જવા માટે નિકળ્યાં હતાં.વડોદરાથી તેઓ દિલ્હી-મુંબઇ એકસ્પ્રેસ  વે પર ચઢ્યાં હતાં. વહેલી સવારે અરસામાં અઢી વાગે  ભરુચ નજીક પહોચતા એક ટેન્કર  ચાલકે પોતાનું ટેન્કર પૂરઝડપે હંકારી લાવી  ઇનોવા ગાડીની અંદરની સાઈડ પર  અથડી દીધું હતું. જેથી તેઓની કારના લોખંડ ડિવાઇડરમાં ભટકાઇ ગઇ હતી. જેના કારણે કારને 4 લાખથી વધુનું નુકસાન થયું હતું. સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. બનાવને પગલે તેમણે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે.

Share

Related posts

નર્મદામૈયા બ્રીજ પર ભારે અને અતિભારે વાહનો માટે કાયમી પ્રતિબંધ

ProudOfGujarat

ભરૂચ: ગૌવંશ હત્યા તથા અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ૦૪ ઇસમોની પાસા એકટ હેઠળ અટકાયત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા દ્વારા 15થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ વોરંટ : 15 મિલકતધારકો પાસેથી જ રૂ.7-8 લાખ વસૂલવાના બાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!