Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ કેમિકલ કંપનીમાં વીજ કરંટ લાગતાં કામદારનું મોત

Share

ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં સાયખા જીઆઇડીસીમાં આવેલી હિન્દ પ્રકાશ કેમિકલ નામની કંપનીમાં એક કામદારનું વીજ કરંટ લાગતાં મોત થયું હોવાની ઘટના બની હતી. બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઇડીસીમાં હિન્દ પ્રકાશ નામની કેમિકલ કંપની આવેલી છે. દરમિયાનમાં કંપનીના ગોડાઉન નંબર 2માં કામ કરવા માાટે જેસીબી આવી રહ્યું હતું. દરમિયાનમાં જેસીબી લોખંડની એક એગલલમાં અથડાતાં કંપનીમાં કામ કરતો લક્ષ્મણ ચૌહાણ તે એંગલો ખસેડવાનું કામ કરી રહ્યો હતો. તે વેળાં તેેને અચાનક વીજ કરંટ લાગતાં તેનું સંતુલન નહીં રહેતાં તે પડતાં તેનું માથું જેસીબીના પાછળના ભાગે આવેલાં નાના બકેટમાં ભટકાતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઉપરાંત અન્ય એક કામદાર રામછબીલા રઘુનાથસિંહને પણ માથામાં ઇજાઓ થઇ હતી. બનાવને પગલે વાગરા પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત : ચાર માસથી હતા કોમામાં

ProudOfGujarat

સુરત શહેરની વિવિધ હોસ્પીટલોમાં નર્સ તરીકે ફરજ બજાવી વતન આવેલી ત્રણ યુવતીના સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

પાલેજ હાઇવે પરના ખાડાને કારણે રીક્ષા બેકાબુ બની ખાડીમાં પલટી : ચાલકનું મોત, બેને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!