Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મનરેગા કૌભાંડ : હિરા જોટવા સહિત તમામ ૬ આરોપી સબજેલમાં ધકેલાયાં 

Share

કૌભાંડમાં સંડોવાયેલાં અન્ય આરોપીઓ, બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવાની કવાયત
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં હાંસોટ, આમોદ અને જંબુસર પંથકમાં થયેલાં મનરેગા યોજના હેઠળના રોડ-રસ્તાના કામમાં થયેલા ૭.૩૦ કરોડના કૌભાંડમાં ઝડપાયેલાં જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત 6 જણાને પોલીસે ઝડપી પાડયાં હતાં. ટીમે પહેલાં હિરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ટેક્નિશિયન રાજેશ ટેલરને પહેલાં ઝડપી પાડતાં તેમના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જે બાદ બીજા દિવસે હિરા જોટવાનો પુત્ર દિગ્વિજય તેમજ બન્ને એજન્સીઓના પ્રોપરાઈટર પિયુશ નુકાની તેમજ જોધા સભાડ તથા તેમનો કારસાનો મુખ્ય વહિવટદાર એવા સરમન સોલંકીની ટીમે ધરપડક કરી કોર્ટમાં રજૂ કરતાં તેમના પણ પાંચ દિવસના રિમાન્ડ મળતાં તમામના રિમાન્ડ ગુરુવારે પૂરા થયાં હતાં. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને તમામને સબજેલમાં મોકલી દેવાનો હુકમ કરતાં ટીમે તેમને સબજેલને હવાલે કર્યા હતાં.
રિમાન્ડ દરમિયાનમાં અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા મામલામાં તપાસ કરવામાં આવી રહી હતી. જેના ભાગરૂપે એક ટીમ જૂનાગઢમાં ધામા નાંખ્યા હતાં. ટીમે ત્યાંની હિરા જોટવા, દિગ્વિજય અને બન્ને એજન્સીઓની ઓફિસમાં ચેકિંગ હાથ થયું હતું. ત્યારે ટીમ દ્વારા ત્યાંથી દસ્તાવેજી પુરાવા મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં તેમની ઓફિસોમાંથી મળેલાં કોમ્પ્યુટર લેપટોપમાં પાસવર્ડ હોઈ ટીમ તે ઉપાડી લાવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. કોમ્પ્યુટર-લેપટોપમાં ચેકિંગ કરવામાં આવે તો અન્ય માથાઓના નામ ખુલવા સાથે કૌભાંડમાં કોણ કોણ ખરડાયેલું છે તેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે અન્ય આરોપીઓને સકંજામાં લેવાય તેવી શક્યતાઓ

પોલીસે પહેલાં તબક્કામાં મુખ્ય સુત્રધાર હિરા જોટવા સહિત ૬ જણાની ધરપકડ કરી છે. ત્યારે હવે અન્ય આરોપીઓને તબક્કાવાર રીતે સકંજામાં લેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જંબુસર પંથકનો અને બન્ને એજન્સીઓ માટે તેમજ ખાસ હિરા જોટવા માટે વહિવટદાર તરીકેની ભૂમિકા ભજવનાર આરોપીને પોલીસ નજીકના દિવસોમાં ઝડપી પાડે તેવી શક્તાઓ છે. ત્યારે અન્ય સરકારી તેમજ કાર આધારિત અને આઉટ સોર્સના સંડોવાયેલાં કર્મચારીઓ પણ પોલીસના શકંજામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

અંકલેશ્વર ઉમા ભવન પાસે રોડ સાઈડ શાકભાજી ભરેલો ટેમ્પો જમીન મા ખૂંપી ગયો હતો. 

ProudOfGujarat

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની જિલ્લા પંચાયતની ચાર પૈકી ત્રણ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!