Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બીલ વિનાના ૧૮૦૦૦ કિલો ઘઉં ભરેલી ટ્રક સાથે બે ઝડપાયાં 

Share

સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં લેનારાઓનો સંપર્ક કરી તેઓ ખરીદી કરતાં હતાં
ભરૂચ.
ભરૂચની નવજીવન સ્કૂલ પાછળ શંકાસ્પદ ઘંઉંનો જથ્થો ભરેલી એક ટાટા એલપીજી ટ્રક ગાડી ઉભી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એસઓજીની ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. ટીમે ટેમ્પોમાં તપાસ કરતાં કુલ ૧૮,૧૯૦ કીલો ઘઉં ભરેલી ગુણોનો જથ્થો મળી આવતાં ટીમે બે શખ્સોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેરમાં નવજીવન સ્કૂલ પાછળ આવેલી સરદારનગરી વિસ્તારમાં કોઈએ એક ટ્રકમાં ગેરકાયદે રીતે ઘઉંનો મોટો જથ્થો એકત્ર કરી રાખ્યો છે. જેના પગલે પીઆઈ એ. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. તપાસ કરતાં ટ્રકમાં અલગ અલગ ગુણોમાં કુલ ૧૮,૧૯૦ કિલો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે સ્થળ પરથી વિસ્તારમાં જ રહેતાં ગગનસિંગ તલવારસિંગ ટાંક તેમજ ગોધરાના ચુચલા પ્લોટ ખાતે રહેતાં સાહિદ ઈદ્રીશ હયાતને પોલીસે ઝડપી પાડયા હતાં. ટીમે તેમની પાસે ઘઉંના આટલા મોટા જથ્થાને લઈને જરુરી બીલો સહિતની માંગણી કરતાં કાંઈ નહીં મળતાં તેમની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેમણે કબુલ કર્યું હતું કે, તેઓ વિસ્તારના આદિવાસી પટ્ટામાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ગરીબ લોકોને સસ્તા અનાજની દુકાનેથી મળતાં ઘઉં મેળવતાં લોકોનો તેમજ અન્ય શ્રમિક પરિવારો કે જેને તેમના માલિકો દ્વારા અનાજ અપાતું હોય તેવા લોકોનો સંપર્ક કરી તેમની પાસેથી સસ્તામાં ઘઉં ખરીદી પાદરા ખાતે રહેતાં હિતેશ જૈન નામના શખસને બે-પાંચ રૂપિયાના નફા સાથે વેચી દેતો હતો. ટીમે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.

Share

Related posts

રોટરી કલબ દહેજ દ્વારા ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેસનનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

વડોદરાની MSUની વિદ્યાર્થિનીનો ડીનને પત્ર, શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીઓ કોર્સ છોડી દેશે કે આપઘાત કરશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 26 કોરોના પોઝીટિવ દર્દી આવતા કુલ સંખ્યા 1122 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!