Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સીટી સેન્ટરના નિર્માણ વેળાં બિનઅધિકૃત રીતે માટી ખોદકામ કરાયું હોઇ 2.23 કરોડનો દંડ

Share

આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા જે તે સમયે કરેલી અરજીમાં આખરે ભૂસ્તર વિભાગનો હૂકમ
ભરૂચ.
ભરૂચ શહેરમાં બનેલાં નર્મદા બસપોર્ટ (સીટી સેન્ટર)ની બાંધકામની પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં બિલ્ડર દ્વારા બસપોર્ટમાં નીચે બેઝમેન્ટ પાર્કિંગ માટે માટી ખોદકામની પરમીશન મેળવી હતી. જોકે, તેઓએ 10 હજાર મેટ્રીક ટન માટી ખોધકામની પરવાનગી માંગી હતી. જોકે, બાદમાંતેમણે તેમને મળેલી પરવાનગી કરતાં પણ વધુ માટીનું ખોદકામ કર્યું હોવાના આક્ષેપ સાથે આરટીઆઇ એક્ટિવિસ્ટ રાજૂ પંડીતે ખાણ ખનિજિ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેના પગલે ભરૂચ ભુસ્તર વિભાગ દ્વારા મામલામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પરમીટધારક ડીઆરએ નર્મદા બસપોર્ટના સંચાલકો દ્વારા 1.10 લાખ મેટ્રીક ટનથી વધુ માત્રામાં સાદી માટી ખનન કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતુ.
ઉપરાંત તેઓ દ્વારા વધુ પ્રમાણમાં માટી ખોદકામ કરવા સબબની માહિતી પણ તેમને આપવામાં આવી ન હતી. ભરૂચ ખાણ અને ખનિજ વિભાગ દવારા સ્થળ પરીક્ષણ કરવા સાથે જે તે સમયે નોંધ નહીં કરાતાં તેમણે ટીમે રાજૂ પંડીત દ્વારા કરાયેલી અરજીને લઇને ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પર પહોચી માપણ કરતાં તેમણે 1.10 લાખ મેટ્રીક સાદી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું.
પરમીટધારક ડીઆરએ નર્મદા બસપોર્ટના સંચાલકોને મંજૂર થયેલી ક્વોરી પરમીટના રેકર્ડ આધારિત ઉત્પાદન નિકાસના આંકડા તપાસતાં 9934.50 અને 9941.26 મેટ્રીક ટન એમ મળી કુલ 19875.76 મેટ્રીક ટન સાદી માટીનું ઉત્પાદન-નિકાસ કરેલાનું જણાયું હતું. જ્યારે તેના આધારે તેમણે તપાસતાં તેમણે કુલ 90.704.24 મે.ટન સાદી માટીનું રોયલ્ટી પાસ વિના ખોદકામ કરી વહન કરવામાં આવેલું હોવાનું જણાઇ આવ્યું હતું. જેના પગલે ખાણ ખનીજ વિભાગે તેમણે સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ અને વહન બાબતે 2.23 કરોડનું વળતર ભરવામા માટેનો હુકમ કર્યો છે.

Share

Related posts

રાજપીપળા : કેવડિયા ટેન્ટ સિટી ખાતે યોજાશે બે દિવસીય સ્પીકર કોન્ફરન્સ : વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સમીક્ષા કરી.

ProudOfGujarat

મહેસાણા આમ આદમી પાર્ટીએ આપ્યુ આવેદન જાણો….

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાંથી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!