Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

Share

ભરૂચ.

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચ ખાતે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

Advertisement

આ બેઠકમાં કલેક્ટર એન.આર.ધાંધલે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપી આયોજન અર્થે રચનાત્મક સુચનો કર્યા હતા તેમજ મુખ્યમંત્રી એપેન્ટીસ યોજના અંતર્ગત રાજયકક્ષાએથી ભરૂચ જિલ્લાને ફાળવેલા ટાર્ગેટને પહોંચી વળવા ઝુંબેશ રૂપે કામગીરી કરવા જણાવ્યુ હતુ તેમજ ભરૂચ જિલ્લામાં ગત વરસે હાંસલ કરેલ ટાર્ગેટની વિભાગ પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં તેમણે તમામ લાઈન ડિપાર્ટમેન્ટને ફાળવેલા એકમોની રૂબરૂ મુલાકાત લઈ અથવા ફાળવેલ એકમો સાથે મીટીંગ કરી એપેન્ટીસની ભરતી કરવા માટે જણાવ્યુ હતું. ભરૂચ જિલ્લામાં આવેલા એકમો એપ્રેન્ટીસની ભરતી ન કરતા હોય તેમને તેની જાણ કરી તેમને અનુરોધપત્ર લખી કડક પગલા ભરવા સહિતની કામગીરી કરવા તેમણે અધિકારીઓને જણાવ્યુ હતુ. આ બેઠકમાં આઈ.ટી.આઈ અંકલેશ્વર અને આઈ.ટી.આઈ ભરૂચ તથા જીપીસીબી, ડીઆઈસી, ડીઆઈએસએચ, રોજગાર કચેરી અને બોઈલરની કચેરી તથા જુદા જુદા લાઈન ડીપાર્ટમેન્ટ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : બિસ્માર રસ્તાઓ બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેકટર, નગરપાલિકા અને PWD તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત રેંજ આઇજીની બારડોલી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

ProudOfGujarat

“सूरमा” का पहला रोमांटिक गीत “इश्क़ दी बाजियां” सोमवार को होगा रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!