Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

Share

તાલીમમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો‘, ‘ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ‘, ‘ગાય આધારિત ખેતી‘ જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી

ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. ઉપરોક્ત તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના વડા મહેન્દ્ર પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો અને પ્રાકૃતિક ખેતીમાં ગાયના મહત્વ ઉપર વિસ્તૃત સમજ આપી હતી. રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય ઉપર થઈ રહેલી માઠી અસરથી મનુષ્યનું ઘટતું આયુષ્યનિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરવાથી સૂક્ષ્મ બેક્ટેરિયાશેઢા-પાળાની અમૂલ્ય ઔષધીય વનસ્પતિ અને જમીનને થતું નુકસાનભૂગર્ભ જળ ઊંડા ઉતરવાના કારણો અને કિચન ગાર્ડન ઉપર પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

       દરેક ખેડૂત પોતાના ખેતરમાંવાડીમાં અને ઘર આંગણે પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડે અને તેનું સેવન કરેખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી તાલીમમાં ઉપસ્થિત ખેડૂતોને ચોમાસામાં થતાં વિવિધ શાકભાજી સહિત સવિશેષ અળદ અને તુવેરના સંર્વઘન માટે ખેતીપધ્ધતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના અંતે ખેડૂતોના ખેતી વિષયક પ્રશ્નોના સંતોષપૂર્ણ જવાબ આપવામાં આવ્યા હતા.

        આ તાલીમ કાર્યક્રમમાં બાગાયત વૈજ્ઞાનિક દેવેન્દ્ર.જે. મોદીપ્રોગ્રામ આસિસ્ટન્ટતુષાર.જે. ભલાણીતેમજ વૈજ્ઞાનિક  હર્ષદ વસાવા અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અમદાવાદમાં બિસ્માર રોડ, ભુવા અને ભ્રષ્ટાચાર મુદ્દે AMC ની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

ProudOfGujarat

વડોદરા : પ્રાથમિક સુવિધાના અભાવમાં જીવનનિર્વાહ કરતા આજવા રોડ ઝૂંપડપટ્ટી વિસ્તારની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત.

ProudOfGujarat

ઝધડીયા પો.સટે.ના મારામારીના ગુનામાં પોલીસ ધરપકડીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!