Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકાનું પ.વ.ડી. વિભાગ બન્યું કોન્ટ્રાક્ટરોનો અડ્ડો

Share

ભરૂચ શહેર પાલિકા ખાતે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પ.વ.ડી.) કચેરીમાં કોન્ટ્રાક્ટરોનો વાચાળો ચાલતો હોવાનો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે અચાનક કચેરીની મુલાકાત લેતા એન્જિનિયરની કેબિનમાંથી કોન્ટ્રાક્ટરો ફાઈલો ચકાસતા ઝડપાઈ ગયા હતા.જ્યારે વિપક્ષના નેતાએ પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગી નિકળ્યા. તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, “જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં જ ફાઈલો તપાસવાનું સત્તા મળે છે, ત્યારે અગત્યની ફાઈલો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ?”તેમણે વધુમાં કહ્યું કે, પાલિકાની અનેક ઓફિસોમાં સીસીટીવી કેમેરા છે પરંતુ પ.વ.ડી. કચેરીમાં કેમેરા ન હોવો ભ્રષ્ટાચારના આક્ષેપને તાકાત આપે છે. વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.આ મુદ્દા પર નગરપાલિકા પ્રમુખે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, “પાલિકા અધિકારીઓ કેબીનો છોડીને જતા રહે તે યોગ્ય નથી. આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

બાઇટ.. સમસાદ અલી સૈયદ વિપક્ષ નેતા

Advertisement

બાઇટ.. વિભૂતિ યાદવ.. પાલિકા પ્રમુખ


Share

Related posts

શાલીમાર રિલાયન્સ મોલ પાસે કારમાં આવેલાં ચાર જણાની સિક્યુરીટી ગાર્ડને જાનથી મારવાની ધમકી

ProudOfGujarat

રાજપીપળાની એક સરકારી શાળામાં બાળકો પાસે કરાવવામાં જોખમી કામો કરાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે … ત્યારે સૌ કોઈના મનમાં એક સવાલ ઉદ્ભવે છે કે શું આવી રીતે ભણશે ગુજરાત….?

ProudOfGujarat

વાગરા ખાતે આમ આદમી પાર્ટીની “પરિવર્તન સભામાં ચૈતર વસાવાનો ભાજપ પર આકરા પ્રહાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!