Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હું નોકરીએ જાઉં ત્યારે મારી પત્ની સાથે તું રંગરલીયા મનાવે છે કહીં યુવાન પર શખ્સનો હુમલો

Share

વાલિયા તાલુકામાં આવેલાં મોદલીયા ગામે બનેલી ઘટના
ભરૂચ.
વાલિયા તાલુકામાં આવેલાં મોદલિયા ગામે રહેતો પિન્ટુ અભેસિંગ વસાવા તેના ઘરે હતો. તે વેળાં તેના ગામમાં જ રહેતી તેની પ્રેમિકા રસીલા રાજુ વસાવા તેના ઘરે આવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ કંપની પર ગયો છે એટલે તે તેની સાથે રહેવા આવી છે. જોકે, પિન્ટુએ તેને ઘરે પરત જવા કહેવા છતાં તેણે ના પાણી રાત્રે તેના ઘરે જ રોકાઇ ગઇ હતી. જે બાદ બીજા દિવસે સવારે નવેક વાગ્યાના અરસામાં પિન્ટુ ગામની નદી તરફ જતો હતો. તે વેળાં રસીલા પણ તેની પાછળ પાછળ આવતાં તેઓ બન્ને એક ખેતરના શેઢા પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. તે વેળાં રસીલાનો પતિ રાજૂ આવી જતાં તેણે તેમને જોઇને ઉશ્કેરાઇ ગયો હતો. તેણે પિન્ટુને અપશબ્દો ઉચ્ચારી હું કંપની પર કામે જાઉં છું ત્યારે તું મારી પત્ની સાથે રંગરેલિયા મનાવે છે તેમ કહીં તેની સાથે ઝઘડો કરી આજે તો તને નહીં  છોડું તેમ કહીં તેમને લાકડીના સપાટા મારી તેની પત્નીને લઇને તેના ઘરે લઇ ગયો હતો. દરમિયાનમાં ત્યાં ગામના જગદિશ વસાવા ગાયો ચરાવવા આવતાં તેણે તેમને બોલાવી તેમને તેને ઘરે મુકી જવા કહેતાં તેઓ તેને લઇ ગયાં હતાં. જે બાદ તેને સારવાર માટે 108માં નેત્રંગ દવાખાના બાદ વધુ સારવાર માટે રાજપિપળા સિવિલમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે નેત્રંગ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું : આમ આદમી પાર્ટીના પ્રભારી આવ્યા રાજકોટની મુલાકાતે.

ProudOfGujarat

અંકલેશ્વર પ્રેસ ક્લબ દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સભ્યો ના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

નર્મદા નદી પર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ચર્ચામાં : ભરૂચ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વહેલી તકે લોકાર્પણ કરવા સરકારને આપી ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!