Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રમિકના ઘરનું વીજ બીલ ૮૭.૯૮ લાખ આવ્યું, સુધારા બાદ ૧૪૨૦ થયું

Share

૧૨ હજારનો પગારદાર અધધધ બીલ જોઈએ ચક્કર ખાઈ ગયો
ભરૂચ
ભરૂચના કુકરવાડા રોડ પર આવેલાં નવીનગરી વિસ્તારમાં રહેતાં શ્રમિકના ઘરનું વીજબીલ ૮૭.૯૮ આવતાં ચક્કરાઈ ગયાં હતાં. જોકે, બાદમાં વીજ કંપનીએ તેમનું બીલ સુધારીને ૧૪૨૦ કરી આપતાં તેમને રાહત થઈ હતી.
ભરૂચના કુકરવાડા રોડ પર આવેલાં નવીનગરી વિસ્તારમાં રહેતાં બુધાભાઈ મંગુભાઈ વસાવા એક કંપનીમાં મહિને ૧૨ હજારના પગાર પર મજૂરી કામે જાય છે. ઓછા પગારમાં એક સાંધે ત્યાં ૧૩ તુટે જેવા ઘાટ વચ્ચે હાલમાં તેમના ઘરનું લાઈટ બીલ આવતાં તે બીલ જોઈને જ તેઓ ચક્કર ખાઈ ગયાં હતાં. અધધધ ૮૭.૯૮ લાખનું લાઈટ બીલ જોઈએ એકતબક્કે તેઓ એક ધબકારું ચુકી ગયાં હતાં. જોકે, બાદમાં તેમણે પોતાને સ્વસ્થ્ય કરી આસપાસના લોકોનો સંપર્ક કરતાં તેઓ પણ બીલ જોઈએ ડધાઈ ગયાં હતાં. જે પૈકીના કેટલાંકે લાઈટ બીલનો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કરતાં ભારે ચકચાર જાગી હતી.
ઘટનાને પગલે બુધાભાઈ વસાવાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ માત્ર ૧૨ હજારના પગાર પર કામ કરવા માટે જાય છે. જેમ તેમ કરીને તેઓ તેમના ઘરનો ખર્ચ ચલાવે છે. ગત મે મહિનામા તેમને ૧૩૧૬, માર્ચ મહિનામાં ૮૯૬ તેમજ જાન્યુઆરીમાં ૫૩૪ બીલ આવ્યું હતું. અને આ વખતે વિચારી પણ શકાય તેવું ૮૭.૯૮ લાખ બીલ આવતાં હું ગભરાઈ ગયો હતો. જોકે, બાદમાં આસપાસના લોકોએ સોશિયલ મિડીયામાં બીલ ફેરવતો વીજ કંપનીવાળાઓએ પરત આવી બીજું બીલ આપી ગયાં હતાં. જેમાં તેમણે ૧૪૩૦ રૂપિયાનું બીલ આપ્યું છે.
અત્રે ઉલેખનિય છેકે, સ્માર્ટ મિટરને લઈને ભરૂચ શહેરમાં લોકોનો ભારે વિરોષ ચાલી રહ્યો છે. સ્માર્ટ મિટરમાં ગરબડ હોવાનું તેમજ વધારે બીલો આવતા હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે આ પ્રકારના બિલ આવતાં તેમાં તથ્ય હોવાનું લાગી રહ્યું છે.

Share

Related posts

ભરૂચ માં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ને મળ્યો સારો પ્રતિસાદ, બ્રાહ્મણ દ્વારા કરાયું રક્ત તિલક

ProudOfGujarat

ખેડા માતરના ઉંઢેલા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારો થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

લોકસભા ચૂંટણી 2024 – I.N.D.I.A ગઠબંધનના પ્રથમ મુરતિયા ચૂંટણી લડવા તૈયારીમાં… ધમાસાણની શરૂઆત ભરૂચ બેઠકથી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!