Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : જનમેદની વચ્ચે ભાજપના પંકજ દેસાઇએ નામાંકન પત્ર ભર્યું.

Share

નડિયાદ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવાર પંકજ દેસાઇ આજે મંગળવારે પોતાનું નામાંકન પત્ર રજુ કર્યું છે. તે પૂર્વે નડિયાદમાં પારસ સર્કલના ઇપ્કોવાળા હોલથી સવારે ૧૦ કલાકે તેઓ પોતાના સમર્થકો સાથે પગપળા રેલી કરીને શહેરના રાજમાર્ગો પર ફરતા ફરતા જીલ્લા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. અને જયાં પોતાનુ નામાંકનપત્ર રજુ કર્યું હતું. પંકજ દેસાઈએ પોતાની છઠ્ઠી વખત ઉમેદવારી નોંધાવી છે.

વિજયી મુર્હતમાં નામાંકનપત્ર રજુ કરીને ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા, નીકળેલી વિશાળ જનસમર્થન રેલીમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ, અર્જુનસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત આ રેલીમાં નડિયાદ અને કણજરી નગરના પ્રમુખ, તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

પારસ સર્કલથી આરંભાયેલી આ વિશાળ જનમેદની સાથેની રેલી માર્ગમાં આવતા વિવિધ મંદિરોના દર્શન પૂજન કરવાની સાથે રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને પણ પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર પટેલ ભવન પાસે આવી પહોંચી હતી. ત્યારબાદ આ સ્થળેથી આચાર સહિતાના નિયમ મુજબ પંકજ દેસાઇ તથા ભાજપ અગ્રણીઓ નામાંકનપત્ર રજુ કરવા માટે જીલ્લા ખાતે પહોંચ્યા હતા. જયાં તેઓ વિજયી મુર્હતમાં નામાંકનપત્ર રજુ કરીને ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં વધતા જતા પ્રદુષણથી ચિંતા : ઔદ્યોગિક એકમો બેરોકટોક વાયુ પ્રદૂષણ ફેલાવતા હોવાની બુમ.

ProudOfGujarat

વડોદરા : દિવ્યાંગોને સરળતાથી લાભ મળે તે માટે જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ટ્રસ્ટ એકટ મુજબ રચના કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડાના ચિતલદા ગામની સીમમાં બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!