Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોબાઇલ નંબર લેવા બાબતે બે શખ્સોએ એક યુવાનને માર મારતાં ગંભીર

Share

મકતમપુર ગામે મેલડી માતાજીના મંદિર પાસેની ઘટના
ભરૂચ
ભરૂચના જ્યોતિનગર પાસે રહેતા પ્રકાશ ત્રિવેદી તે પોતાની પત્ની તથા બાળકો સાથે રહે છે.અને છૂટક કલર કામ કરી પોતાના પરિવારનું  ગુજરાન કરે છે.તે મકતમપુર પાસે મેલડીમાતા ના મદિરે સાત વાગ્યે  આરતીમાં ગયા હતા. આરતી પૂર્ણ થયા બાદ મંદિરના બાકડા પર બેઠો હતો. તે વેળાં મક્તમપુર ગામનો શિવમ વસાવા અને તેની સાથે બીજો એક શખ્સ મોટરસાઇકલ લઈને ત્યાં આવ્યા હતાં અને કહેવા લાગ્યા હતાં કે, તે સુનિલ ચૌહાણનો મોબાઈલ કેમ લીધો તેમ કહી તેમ કહી લડવા લાગ્યા અને પ્રકાશે કહ્યું મે નથી લીધો અને સુનિલને પૂછાવા જઈએ તો શિવમે તેને મારી ગાડી પર બેશી જા તેમ કહેતાં તેણે હું અક્ટિવા લાવ્યો છું તે લઇને આવુું છું તેમ કહેતા શિવમ ઉશ્કેરાઈ ગયો અને તેને અપશબ્દો ઉચ્ચારી અને બાજુમાથી  લાકડું ઉઠાવી મારવા લાગ્યો અને લાકડાનો સપાટો મારી હાથ માથી લોહી નિકળ્યું અને આખ નીચે ઇજા થઈ અને જાન થી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા અને તેની પત્ની સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ આને ત્યાં હાથ માં આઠ ટાકા આવ્યા તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો …

ProudOfGujarat

જંબુસર બાયપાસ ચોકડીથી મહંમદપુરા સર્કલ સુધીના દબાણો પર બુલડોઝર :૨૦૦થી વધુ દબાણો દૂર

ProudOfGujarat

ભરૂચમાં ગેરકાનૂની ઝડપાયેલ રૂ. 3.25 કરોડ ના દારૂના જથ્થાનો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!