Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હિલ્સા માછલીનો ભરૂચમાં ભંડાર છલકાયો, બરફનાઆ અભાવે ભાવો ગગડી માત્ર 100 રૂપિયા

Share

– પેહલા જુવાળે 1200 રૂપિયે કિલો મળતી માછેર રાજા માછલીનું હાલ માત્ર 100 ના ભાવે વેચાણ

ભરૂચ.

Advertisement

રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલ્સા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લાના 25 હજાર માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયા દેવ અને નર્મદા મૈયાના પૂજન કરી વિધિવત માછીમારીની મૌસમનો શુભારંભ કર્યો હતો.

વહેલા વરસાદ અને વધારાના જુવાળે માછીમારોને હિલ્સાની મબલક આવક થતા ગેલમાં લાવી દીધા હતા. પ્રતિ કિલોએ હિલ્સાનો ભાવ રૂપિયા 1200 એ પોહચ્યો હતો. જોકે ત્યાર પછીના બીજા જુવાળમાં પણ હિલ્સાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા. હિલ્સાના આવેલા ઘોડાપુરમાં ભરૂચ જિલ્લાના માછીમારો તણાઈ ગયા છે. અને ભાવો ડૂબી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે.

ભાડભૂત સહિતના માછીમારોને હિલ્સા અઢળક હસ્તગત થઈ છે પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની સમસ્યા સર્જાય છે. ભરૂચની આઇસ ફેકટરીઓ હાલ માછીમારોની માંગ સામે બરફની ભારે અછત વર્તાઈ રહી છે.

જિલ્લાની 4 જેટલી આઇસ ફેક્ટરીઓમાંથી છેલ્લા 2 દિવસથી રોજનો તમામ ઉત્પાદિત થતો 1 લાખ કિલો બરફનો ઉપાડ માછીમારો કરી રહ્યા છે. તેમ છતાં માછીમારોના કહેવા મુજબ તેમને બરફની ઘટ પડી રહી છે. માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમા ટ્રાન્સપોર્ટ માટે બરફ નહિ મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેકવાનો વારો આવ્યો છે.


Share

Related posts

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ, ભરૂચની બેંકોનું રૂ.૫૧૯૫.૦૭ કરોડનો ક્રેડિટ પ્લાન મંજુર કરાયો, કલેક્ટરનાં હસ્તે પ્લાનનું વિમોચન કરાયું.

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે નાણાકિય સાક્ષરતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલનાં 100 જેટલાં કોરોના વોરીયર્સને બે મહીનાથી પગાર નહીં મળતાં હડતાળની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!