Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પેસેન્જરને બેસાડવા મુદ્દે તકરારમાં રિક્ષ ચાલક પર અન્ય રિક્ષા ચાલકોનો હુમલો

Share

ભરૂચ.
ભરૂચ શહેરના બહારની ઉંડાઇ સ્વામિનારાયણ મંદીર પાસેરહેતાં મોઇયુદ્દિન ઝાફર હુસેન શેખ તેની રીક્ષા લઇને શિતલ સર્કલ ખાતે ઉભો હતો. અને પેસેન્જરોની રાહ જોઇ રહ્યો હતો. અરસામાં  અંક્લેશ્વરના પેસેન્જરો તેની પાસે આવતાં તે ભાડા બાબતે વાત કરી રહ્યો હતો. તે વેળાં સોહિલ મન્સુરી તેની રીક્ષા લઇને ત્યાં આવી પહોંચ્યો હતો. અને તે પેસેન્જરોને લઇ જવાનું કેહતાં યોઇયુદ્દીને તેને તમે ભરૂચ લાઇનના પેસેન્જરો લઇ જાઓ છો તો અમારા અંક્લેશ્વરના પેસેન્જર કેમ લઇ જાઓ છો. તેથી સોહિલે ઉશ઼્કેરાઇને તેને અપશબ્દો ઉચ્ચારી રીક્ષામાંથી લાકડીનો સપાટો કાઢી તેનેે માર દીધો હતો. અરસામાં સોહિલનું ઉપરાણું  લઇને રિઝવાન મન્સુરી, હાઉન બાવા, રિયાઝ મન્સુરી તેમજ ઝૂનેદ મન્સુરીએ દોડી આવી ચારેયે મળી તેમના પર હૂમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માાટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અમદાવાદમાં હેરિટેજ ઈમારતોની જાળવણી માટે દોઢ વર્ષે દિલ્હીની સંસ્થા સાથે 6.28 કરોડના કરાર

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કુકરવાડા વિસ્તારમાં ગણેશ વિસર્જનનાં દિવસે એકસપ્રેસ હાઈવેની કામગીરીનાં સ્થળે થયેલ મારામારીનો વિડીયો વાઇરલ થયો.

ProudOfGujarat

ટ્રેનમાં વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!