Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ગુરૂવારે સવારની શરૂઆત ધોધમાર વરસાદ સાથે થઈ: હાંસોટમાં ૩ઈચ ખાબક્યો

Share

નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન ચાલકોને હાલાકી સર્જાઈ હતી

શાળાએ જતાં વિદ્યાર્થીઓ ભારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયાં

Advertisement

। ભરૂચ ।

ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની મોસમ જામી ગઈ છે. વરસાદી માહોલ રહેવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ગુરુવારે વહેલી સવારથી જ શહેર જિલ્લામાં વરસાદે ધબરાટી બોલાવી દીધી હતી. સવારના ૬થી ૮વાગ્યાના સમયગાળામાં હાંસોટમાં ૭૩ મીમી એટલે કે ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાલિયામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ થયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે. આકાશમાંથી કાચુ સોનું વરસી રહ્યું છે. ત્યારે ખેડૂતો પણ ગેલમાં આવી ગયાં છે.

જિલ્લાભરમાં વરસાદ વરસતાં તાપમાનનો પારો પણ ગગડીને ૩૮થી આસપાસનો થઈ ગયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. ગુરુવારે વહેલી સવારથી જ જિલ્લાભરમાં વરસાદ વરસવાનો શરુ થઈ ગયો હતો. જેમાં સવારના ૯ વાગ્યાથી ૮વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં હાંસોટમાં ૩ ઈંચ જ્યારે વાલિયામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ સવારનો સમય બાળકોનો શાળાએ જવાનો હોવાથી તેઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયાં હતાં. જોકે. એકતરફ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદી માહોલ સામાન્ય થઈ જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

અમદાવાદમાં IIM બ્રિજ નજીક આંગડિયા કર્મીને ‘અકસ્માત કેમ કર્યો છે’ કહી બંટી-બબલી 25 લાખ રોકડ ભરેલી બેગ લૂંટી ગયા

ProudOfGujarat

અથાગ પરિશ્રમ પછી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે લીમડાના બે વૃક્ષ ધરાશાયી થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!