Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેેશ્વર પોલીસે મામલતદાર કચેરીએ પાર્ક ટ્રકમાંથી સીસુ ચોરનાર 5ને ઝડપી પાડ્યાં

Share

ભરૂચ.
અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. યુ. ગડરિયા અને તેમની ટીમે પેટ્રોલીંગ વેળાં અંસારમાર્કેટ પાસેથી બે શખ્સોને સીસું (જસત)ની 20 કિલોની એક એવી 31 પ્લેટ સાથે ઝડપી પાડ્યાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં તેમણે કબુલ્યું હતું કે, તેમણે સીસાની પ્લેટો જીએસટી વિભાગ દ્વારા જપ્ત કરી અંક્લેશ્વર મામલતદાર કચેરી ખાતે કંમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ચોરી કરી લાવ્યાં હોવાનું તેમજ અન્ય પ્લેટોને ઓગાળીને તેને તગારા જેવા આકારમાં રૂપાંતરિત કરી અંસારમાર્કેટમાં બિલાલ અહેમદ શાહને વેચ્યાનું કબુલતાં ટીમે બિલાલના ગાડાઉન પરથી પણ કુલ 3.46 લાખનો 1730 સીસાનો જથ્થો મળી આવતાં તે રિકવર કર્યો હતો. ટીમે તેમની પાસેથી કુલ 21.95 લાખનો જથ્થો જપ્ત કરી ચોરીના કારસામાં સંડોવાયેલાં અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી, ઇમરાન અકબર મુન્શી ચૌધરી, બિલાલ અહેમદ શાહ, આસીફ અબ્દુલબારી ચૌધરી તેમજ અભિષેક ઉર્ફે સાહિલ નંદન સિંગ નામના પાંચ જણાને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે સલમાન છીનું ચૌધરી, ઓરખાન, નવસાદ, એઝાજ, ગુલ્ફાન, ફિરદોશ અલી ઉર્ફે બ્લેક ટાઇગર, ચારભુજા ટ્રેડર્સના માલિકને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.

Share

Related posts

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બીજા ટ્રેક પર ઉભેલા ડમ્પરમાં આયશર ભટકાતાં ચાલકનું મોત

ProudOfGujarat

વડોદરા સહિત મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓમાં ચૂંટણી અને મતદાન માટેની સજ્જતાની સમીક્ષા કરી.

ProudOfGujarat

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની આસિફા ઈકબાલ ચૌહાણ પ્રશ્નો ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધામાં રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!