Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇન્ટરનેટનો કેબલ નાંખવાના બહાને ઘરમાં ઘુસી, મહિલાને ધમકાવી રોકડા-દાગીનાની લૂંટ

Share

દહેજના જોલવા ગામે ટાઇગર પ્લાઝા ખાતે બનેલી ઘટના
ભરૂચ.
દહેજ પાસે આવેલાં જોલવા ગામે ટાઇગર પ્લાઝામાં ફાતિમાબીબી અઝહરૂદ્દીન સૈયદ, તેમના પતિ અને 7 મહિનાના પુત્ર સાથે રહે છે. તેમના પતિ વડદલાની એક કંપનીમાં નોકરી કરતાં હોઇ ગત 17મી જૂને તેઓ નોકરીએ ગયાં હતાં. તે વેળાં ફાતિમા તેમના 7 મહિનાના બાળક સાથે ઘરમાં એકલાં હતાં. રમિયાનમાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઇએ તેમના ઘરનો દરવાજો ખખડાવતાં તેમને દરવાજાના લેન્સમાંથી જોતાં બે અજાણ્યા શખ્સો જણાયાં હતાં.
દરમિયાનમાં તેમણે પુન: દરવાજો ખખડાવતાં તેમણે દરવાજો ખોલ્યો હતો. તેમણે તેઓને તમે કોણ છે કેમ આવ્યાં છો પુછતાં બન્ને યુવાનોએ ગુજરાતી ભાષામાં તેઓ ઇન્ટરનેટ કેબલ નાંખવા માટે આવ્યાં હોવાનું જણાવ્યું હતું. જેથી તેમણે તેમને કેબલ નાંખવા દેતાં બન્ને જણાએ રૂમમાં પ્રવેશી કેબલ નાંખવાની પ્રોસેસ કરી રહ્યાં હતાં. તે વેળાં એક શખ્સે તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હત. જેના પગલે ફાતિમા ગભરાઇ ગઇ હતી. તે કાંઇ બોલે તે પહેલાં એક શખ્સે તેનું મોઢું દબાવી દીધું હતું. તેમજ હિન્દીમાં તુ્મ્હારે પાસ જો કુછ ભી હૈ વો નિકાલ કર દે વર્ના તુજે જાનસે માર દુંગા તેમ કહેતાં ફાતિમા ગભરાઇ ગઇ હતી. તેણે તમારે જે જોઇએ તે લઇ જાઓ પણ મને અને મારા સંતાનને કાંઇ ન કરતાં તેમ કહેતાં તેમણે ઘરમાં તિજારી સહિત તમામ સ્થળે તપાસ કરતાં તિજોરમાં એક પ્લાસ્ટીકના ડબ્બામાં મુકેલાં 20 હજાર રૂપિયા રોકડા તેમને મળ્યાં હતાં. દરમિયાનમાં તેમણે ફાતેમાએ કાનમાં પહેરેલી  બુટ્ટી પણ ઉતારી લઇ ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વરમાં સુરસુરીયા જેવું રાજકીય રોકેટ ફોડ્યું કે ફાટ્યું..?? :- ચર્ચાનો ગરમ મુદ્દો.

ProudOfGujarat

વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરતી વડોદરા એલ.સી.બી.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં બોગસ નામ ધારણ કરી લાખોની છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!