Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની પીસી – પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક  યોજાઈ

Share

 ભરૂચ
 સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪ ઘડવામાં આવ્યો છે. તેનું ભરૂચ જિલ્લામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચેરી ખાતે સામાજીક કાર્યકર વાસંતીબેનના અધ્યક્ષસ્થાને જિલ્લા પીસી- પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટીંગ યોજાઈ હતી.  આ મીટીંગમાં હોસ્પિટલોના નવા રજીસ્ટ્રેશન તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગેના અહેવાલો રજુ કરવામાં આવ્યાં હતાં. તેમજ જિલ્લાના ગામો દીઠ નોંધાયેલ જાતિ પ્રમાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.  વધુમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત નોંધાયેલ સરકારી /બિનસરકારી ડોકટર્સને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા ભરૂચ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ જણાવ્યુ હતું.

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

ProudOfGujarat

નવસારી : આંતરરાજ્યોમાં 51 ચોરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

સમગ્ર ગુજરાતમાં ગાયોની સંખ્યામાં એકાએક ઘટાડો: સામે ભેંસોની સંખ્યા વધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!