Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની પીસી – પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક  યોજાઈ

Share

 ભરૂચ
 સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એકટ૧૯૯૪ ઘડવામાં આવ્યો છે. તેનું ભરૂચ જિલ્લામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચેરી ખાતે સામાજીક કાર્યકર વાસંતીબેનના અધ્યક્ષસ્થાને જિલ્લા પીસી- પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટીંગ યોજાઈ હતી.  આ મીટીંગમાં હોસ્પિટલોના નવા રજીસ્ટ્રેશન તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશનસોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગેના અહેવાલો રજુ કરવામાં આવ્યાં હતાં. તેમજ જિલ્લાના ગામો દીઠ નોંધાયેલ જાતિ પ્રમાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.  વધુમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત નોંધાયેલ સરકારી /બિનસરકારી ડોકટર્સને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવા ભરૂચ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ જણાવ્યુ હતું.

Share

Related posts

ઝગડીયા તાલુકાના ભાલોદ ગામે ભૂદેવો દ્વરા સમૂહ મા નવી જનોઈ ઘારણ કરવામાં આવી…

ProudOfGujarat

નડિયાદ : જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ ખાતે આઝાદીનાં ૭૫ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : સ્વર્ગીય અહમદભાઈ પટેલ સાહેબનાં સ્મરણ અર્થે સ્ટેચ્યુ બનાવવા અને અન્ય કરાયેલી જાહેરાતને પૂર્ણ કરવા સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા ઉદ્યોગ મંડળને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!