Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના લિંકરોડ પર સંકટમોચન હનુમાન મંદિરમાં ચોરીનો પ્રયાસ

Share

સિક્યુરિટી ગાર્ડે સિટી વગાડતાં કુહાડી, હથોડી, સળીયો મુકી રફૂચકકર

ભરૂચ.

Advertisement

ભરૂચમાં લિંકરોડ પર આવેલી આવ્હા સોસાયટી ખાતેના સંકટ મોચન હનુમાનજી મંદિરમાં રાત્રીના સમયે તરફરોએ પવેશી ચોરીનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં આવેલી એક બેન્કના સિક્યુરિટી ગાઈને અવાજ આવતાં તેણે સિટી વગાડતાં તસ્કરો નાસી છુટયાં હતાં. સવારે લોકો એકત્ર થતાં તરફરોની કુહાડી, હથોડી તેમજ સળિયા સહિતની વસ્તુઓ મળી આવી હતી. બનાવને પગલે અરૂચ એ ડિવિઝન પોલીસમાં કરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ શહેરના લિકરોડ પર આવેલી બાલ્કા સોસાયટીમાં આવેલાં સંકટમોચન હનુમાન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રીના સમયે તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનો નફો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ કોઈ હથિયાર વડે મંદિરની દાન પેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ હથિયાર વડે દાનપેટી તોડવાનો અવાજ થતો હોઈ નજીકમાં જ આવેલી એક બેન્કના સિક્યુરિટી ગાર્ડને તે અવાજ આવતાં તેણે સિટી વગાડીને બુમો પાડતાં તરક્કરો ત્યાંથી રહ્યકક્કર થઈ ગયાં હતાં. પકડાઈ જવાની બીકે તસ્કરોએ દાનપેટીમાંથી કાઢેલાં રૂપિયા ત્યાં જ ફેંકી લીધાં હતાં. ઉપરાંત સાથે લાવેલાં હથિયાર જેમ કે કુહાડી, હથોડી તેમજ લોખંડનો સળિયો પણ ત્યા જ મંદિર પરિસરમાં છોડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં મંદિરના પુજારી દિનેશભાઈએ ભાર્ચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી હતી. નોંધનિય છે કે, બે વર્ષ પહેલાં પણ આ મુદિરમાં આ જ રીતે ચોરીની ઘટના બની હતી.


Share

Related posts

નડિયાદમાં મકાન બતાવાના બહાને ચાર શખ્સોએ પિસ્તોલની અણીએ બિલ્ડરને લુંટયો

ProudOfGujarat

અંકલેશ્વરની મોડલની આબુ બ્રહ્મકુમારીઝમાં VIP એન્ટ્રી બંધ થતાં લગાવ્યા ગંભીર આરોપ

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળના સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!