Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે રક્ષા બંધન પર્વની ઉજવણી કરાય 

Share

700 થી વધુ ભાઈ બહેનોને રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધવામાં આવી
ભરૂચ.
 ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  અલૌકિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં 700થી વધુ ભાઈ બહેનોને  રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા અને તેઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવી કે  શુદ્ધ સંકલ્પો દ્વારા આપણે આપણી રક્ષા સ્વયં કરવાની છે અને જેટલા આપણા મનમાં શુદ્ધ સંકલ્પો હશે વ્યસન અને વિકારો નહીં  હશે તો પરમાત્મા આપણી રક્ષા હંમેશા કરતા રહેશે
 ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ  ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  અલૌકિક રક્ષાબંધન  પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં 700થી વધુ ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા. બ્રહ્માકુમારીઝ ની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત થવાના વચનની માટેની ભેટ લીધી હતી  ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની આજે ઝારેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી  આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ પ્રભાદીદી એ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતાનામાં રહેલી બુરાઈઓ પર વિજય મેળવવા માટે રક્ષાબંધન પર્વ પર મીઠાઈ થી મોઢું મીઠું કરાવવા પાછળનું કારણ મીઠું બોલવાનો  આશ્રય રહેલો છે બ્રહ્માકુમારીઝ  બહેનોએ રક્ષાબંધન પર્વ પર ભાઈ બહેનોને  રક્ષા સૂત્ર બાંધીને તેમની પાસે કોઈપણ  વ્યસનની કુટેવ હોય તે વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી આ સાથે જ આવનાર દિવસોમાં બ્રહ્માકુમારીઝ  સંસ્થા દ્વારા   ભરૂચ શહેર ના અનેક ક્ષેત્રના વિભાગ ના ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવશે અને રક્ષાબંધન નું આધ્યાત્મિક રક્ષાબંધન નું મહત્વ સમજાવવામાં આવશે કે વાસ્તવમાં આપણે અત્યારે કઈ રક્ષાની આવશ્યકતા છે બહારની રક્ષા કરતા આપણે આપણા મનના વિચારોની રક્ષા કરવી ખૂબ આવશ્યક છે તો આવનાર દિવસોમાં બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા શહેરના અનેક દરેક ક્ષેત્રના ભાઈ બહેનો ને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા સૂત્ર બાંધવામાં આવશે

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને કરાડ ગામે મારામારીની બે અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ….

ProudOfGujarat

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામની સંસ્થાને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!