Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના દરબાર ગઢ વિસ્તારમાં ત્યજી દેવાયેલી બાળકી મળી

Share

ભરૂચ.
આમોદમાં આવેલાં બચ્ચો કા ઘર પાસે રહેતાં સૈયદ મોહમદ ઇરફાન મોહમદ ઇશાહક અને તેના પરિવારજનોનું ગામમાં દરબાર ગઢ બગીચાવાળું કંપાઉન આવેલું છે. જેમાં તેમની બહેનના મકાનમાં મુળ તમિલનાડુનો પરિવાર ભાડેથી રહેતો હતો. દરમિયાનમાં બપોરના સમયે તે ભાડૂઆતે સૈયદ મોહમદ ઇરફાનને ફોન કરી જણાવ્યું હતું કે ,તેમના ઘરનની પાછળ કોઇએ એક નવજાત તાજી જન્મેલી બાળકીને ત્યજી દીધી છે. જેના પગલે તેઓ તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તેમણે જોતા તેમના બહેનના ઘરની પાછળ ગેલેરી પાસે એક નવજાત બાળકી ખુબજ રડતી હાલતમાં હોઇ તેનો કોઇ વાલીવારસ મળ્યાં ન હતાં.જેના પગલે તેમણે આમોદ પોલીસને જાણ કરતાં ટીમે સ્થળ પર દોડી આવી બાળકીનો કબજો મેળવી તેેન આમોદ સીએચસી ખાતે સારવાર માટે ખસેડી હતી. તેમજ બાળકીને ત્યાં ત્યજી દેનારાઓના સગડ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

છોટાઉદેપુર નગરની મોટી ગણાતી એસ.બી.આઇ બેન્કની બેદરકારીનાં અનેક કિસ્સાઓ સામે આવતા લોકોમાં રોષ…

ProudOfGujarat

ઝઘડીયા : સંત રવિદાસ મહારાજ વિશ્વ મહાપીઠના ઉપક્રમે ઝઘડિયા તાલુકાના ગામડાઓમાં વસવાટ કરતા રોહિત સમાજના પરિવારોની એક જાહેર સભા યોજવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે સ્વામિનારાયણ ફીડરથી અપાતા વીજ પુરવઠામાં કલાકોનો કાપ, તમામ ટાંકીઓ પર પાણી પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!