Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેરડીના પાકના વેચાણના નાણાં લઈ પાક ન આપીને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશને નોંધાઈ.

Share

વાંકલ :: પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના મોસાલી ખાતે રહેતાં મોહમદ અલ્તાફ અબ્દુલ માંજરા.મસ્જીદ ફળીયુ,,તા. માંગરોલ,જી.સુરત

હું અને મારા મિત્ર અલ્તાફ સલીમ લુલાત છેલ્લા ઘણા સમયથી ખેતીનો ધંધો કરીએ છીએ અને શેરડીનો પાક ઊભો ખરીદી વેચાણ કરીએ છીએ.

Advertisement

ઇસ્માઇલ મહમદ પટેલ(રહે.બોધાન) અને વિનુભાઈ લાલજીભાઈ ઉકાણી (રહે. કામરેજ) નામના વ્યક્તિઓએ અમને તેમનો શેરડીનો પાક વેચવાનો વાયદો કર્યો હતો.અલ્તાફ સલીમ લુલાત દ્વારા ઈસ્માઈલ પટેલ પાસેથી:કુલ ૭૦૦ ટન શેરડીના પાક માટે ₹13,80,000 ચુકવવામાં આવ્યા (રોકડ તથા ચેક દ્વારા).હતા.

આ રકમ આલેખ ચેક અનુસાર ચુકવવામાં આવી હતી

પાક ન આપ્યો અને ફેક્ટરી સુધી શેરડી નહીં પહોંચાડી.મારી દ્વારા વિનુભાઈ ઉકાણી પાસેથી:કુલ ૩૭૫ ટન શેરડી માટે ₹7,12,500 ચુકવવામાં આવ્યા (ચેક દ્વારા).

બંને પક્ષ વચ્ચે લખિત કરાર પણ કરવામાં આવ્યા હતા.પરંતુ પાક આપવામાં ન આવ્યો અને પૈસા પાછા આપવાનું કહી વારંવાર ટાળવું થયું.જ્યારે અમે ખેતી વિસ્તાર ચકાસવા ગયા ત્યારે ખેતરોમાં શેરડીનો પાક નહોતો અને પછી કહેવામાં આવ્યું કે તે પાક બીજાને વેચી દીધો છે. વારંવાર માંગણી છતાં પૈસા પરત આપવામાં નથી આવ્યા અને અલગ અલગ બહાનાંથી જવાબ આપવામાં આવ્યા.ઉપરોક્ત હકીકત પ્રમાણે ઈસ્માઈલ મહમદ પટેલ અને વિનુભાઈ લાલજીભાઈ ઉકાણીએ નક્કી કરેલી રકમ લઈ, પાક ન આપીને મારા તથા મારા મિત્ર અલ્તાફના વિશ્વાસ સાથે દગો કર્યો છે અને છેતરપીંડી આચરી છે. તેમની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે તેવી મારી પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે.


Share

Related posts

અંકલેશ્વર : નગર પ્રાથમિક ટીચર્સ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

ProudOfGujarat

ઝઘડીયાના પૂરગ્રસ્ત ગામડાંઓની શાળાઓમાં જિલ્લા શિક્ષણ વિભાગના સહયોગથી ૮૦૦ જોડી ડ્રેસ અને ૩૦૦૦ હજાર જેટલી નોટબુકનું વિતરણ કર્યું

ProudOfGujarat

લીંબડી એલ.આઈ.સી ઓફિસ ખાતે કોંગ્રેસે ધરણા યોજી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!