Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૪૩ (૧) અન્વયે જાહેરનામું / મેળા દરમ્યાન ચેપી રોગચાળાને અટકાવવા કડક નિયમો અંગે જાહેરનામું

Share

ભરૂચ

ભરૂચ શહેરનાં સોનેરી મહેલ વિસ્તારમાં તથા હોસ્ટલ ગ્રાઉન્ડ વિસ્તારમાં જન્માષ્ટમી, છડીનોમ, મેઘરાજા ઉત્સવ નિમિતે આગામી તારીખ ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૫ થી ૧૮ મી ઓગષ્ટ સુધી જાહેર મેળો ભરાનાર છે. અને નીચે જણાવેલ કૃત્યો પૈકી ચેપી રોગચાળો ફાટી નીકળવાનો પુરી સંભવ છે. તેથી દરેક વ્યક્તિએ નીચેના નિયમોનું પાલન કરવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની આવશ્યકતા જણાય છે.

Advertisement

(૧) જે સ્થળે પાણી પીવા માટે નિયત કર્યા હોય તેની નજીકમાં ૧૨ ફૂટના વિસ્તારમાં અથવા જે – તે જગ્યા ઉપર નહાવું ધોવું કે, કપડા ધોવા કે જાનવરોને નવડાવવા નહિ અને વાહનો ધોવા નહિ.

(૨) મેળાનાં સ્થળે નિયત કરેલ જગ્યા સિવાય અન્ય જગ્યાઓ ઉપર ઝાડા, પેશાબ કરવા નહિ.

(૩) ગંધાતા વાસી અને ઉતરી ગયેલા અગર માનવખાદ્ય માટે બિનઉપયોગી એવા ફળફળાદિ, પીણા તથા ખોરાક વેચવા નહિ.

(૪) ખાનપાનની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ તથા પોતાની દુકાનો અસ્વચ્છ અને ગંદી રાખવી નહિ.

(૫) જે વ્યક્તિ કોલેરા, શીતળા, પ્લેગ જેવા ચેપી રોગથી પીડાતા હોય તેમને ફરજ પરનાં સેનેટરી ઈમ્પેકટર કે મેડીકલ ટીમ પાસેથી તેવા રીગ અટકાવવા માટેની દવા-ઈન્જેક્શન વિગેરે અગાઉથી લીધા વગર મેળામાં આવવું નહિ.

એન.આર.ધાંધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૪૩(૧) અન્વયે મળેલ અધિકાર અન્વયે તા. ૧૫/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધી ભરૂચ શહેરનાં સોનેરી મહેલ વિસ્તારમાં તથા હોસ્ટેલ ગ્રાઉન્ડનાં સ્થળે જ્યાં મેળો ભરાતો હોય. તેવા સ્થળોએ ઉપરોક્ત જણાવેલ શરતો અને સૂચનાનો ચૂસ્તપણે અમલ કરવા આથી હુકમ ફરમાવું છું-

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ કરીયાદ માંડવા પાલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

 


Share

Related posts

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં નવરાત્રી પર્વ દરમ્યાન બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ:નાણાકીય છેતરપિંડીના અલગ-અલગ બનાવોમાં છેલ્લા છ મહિનામાં રૂપિયા ૧૧,૯૮,૮૯૪ પરત મેળવી આપતી ભરૂચ સાઇબર ક્રાઇમ સેલની ટીમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!