Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વ.દે. ગલિયારા વિદ્યાલય, કઠોરનો ગૌરવ –શિક્ષક ડૉ.પ્રશાંત પંડયા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

Share

વાંકલ ::વ.દે.ગલિયારા વિદ્યાલય, કઠોરે ફરી એક વાર ગૌરવનો નવોઇતિહાસ રચ્યો છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025માટે જાહેર કરાયેલા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાટે,વિદ્યાલયના પ્રતિભાશાળી શિક્ષક ડૉ.પ્રશાંત.આર.પંડ્યા ની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતભરમાંથી કુલ 30શિક્ષકોની પસંદગીમાંથી, દક્ષિણગુજરાત વિસ્તારમાં ઉચ્ચ માધ્યમિક વિભાગમાંથી માત્ર વ.દે.ગલિયારા વિદ્યાલયને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. આ સાથે જ સુરત જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે પણ ડૉ. પંડયા સેવા આપી રહ્યા છે.વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન વિષયના શિક્ષક તરીકે ડૉ.પંડયા છેલ્લા 18 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમના શિક્ષણમાં નવીનતા, વિદ્યાર્થીઓ પ્રત્યેનો આત્મીય અભિગમ અને શૈક્ષણિક ક્ષેત્રેના યોગદાનને કારણે આ સન્માન મળ્યું છે.શ્રી કઠોર કેળવણી મંડળ, શાળાના આચાર્ય જીતેન્દ્રકુમાર.જે.ટંડેલ તેમજ સમગ્ર શાળા પરિવારએ આ સિદ્ધિ માટે ડૉ.પંડયાને અભિનંદન પાઠવ્યા છે.આ ગૌરવથી વ.દે.ગલિયારા વિદ્યાલયનું નામ સમગ્ર રાજ્યમાં તેજસ્વી બન્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દેવસુતી અગિયારસથી દુગ્ધાભિષેક અને વિધિવત પૂજન કરી માછીમાર સમાજે સિઝનનો પ્રારંભ કર્યો.

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેરનુ કરાયું સન્માન.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયામાં “ટંકારીઆ ઇતિહાસની રોશનીમાં” પુસ્તકનું વિમોચન અને મુશાયરો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!