ભરૂચ
ભરૂચ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે,
(૧) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન,
(૨) સરગવાની ખેતીમાં સહાય,
(૩) આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ,
(૪) આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય,
(૫) કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ,
(૬) કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ,
(૭) પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ,
(૮) ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય,
(૯) ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય,
(૧૦) કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ,
(૧૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે),
(૧૨) ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે),
(૧૩) દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર,
(૧૪) ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ),
(૧૫) કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ,
(૧૬) નાની નર્સરી (૦.૪૦ થી ૧ હે),
(૧૭) ફાર્મ ગેટ પેકાહાઉસ- મુવેબલ હેન્ડલીગ ટ્રોલી શોર્ટીગ ટેબલ અને ફાર્મ ગેટ સ્ટેન્ડઅલોન કોલ્ડ સ્ટોરેજ સાથે,
(૧૮)પ્રી-કુલીગ યુનિટ,
(૧૯) મોબાઇલ પ્રોસેસીગ યુનિટ,
(૨૦) કોલ્ડ રૂમ (સ્ટેગીગ),
(૨૧) નોન પ્રેશરાઇઝડ રાપનીગ ચેમ્બર CS-3,
(૨૨) ઔષધિય પાક,
(૨૩) સોલર ક્રોપ દ્રાયર(૨૪ કલાક બેકઅપ સાથે),
(૨૪) મુલ્યવર્ધન માતે સેકંડરી પ્રોસેસીગ યુનિટ,
(૨૫) રાજ્યમાં જુથ/ગ્રામ કક્ષાએ ફળ-શાક્ભાજી પાકોના કલેક્શન એકમ અને સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના અંગેનો કાર્યક્રમ, (૨૬) ક્રુષિ યાંત્રીકરણ પ્રોત્સાહીત કરવાનો કાર્યક્રેમ (ફક્ત અનુ.જન જાતિના ખેડુતો માટે)
જેવા વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માંગતા ખેડૂતો ઓનલાઇ અરજી કરી શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૧૮/૦૮/૨૦૨૫ થી તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાંઆવેલ છે.જે ખેડૂતમિત્રો ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તેઓએ https://ikhedut.gujarat.gov.in/
વેબસાઇટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં કચેરી સમય દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો અને નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સહાયનો લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવી. નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતો પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, ગુજરાત ગેસ કંપનીની સામે, સોન તલાવડી, ભોલાવ, ખાતે જમા કરાવવાના થશે. આમ, નાયબ બાગાયત નિયામક, ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું.
