Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં અવાદર ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામે દીપડાએ આતંક મચાવતા વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ભરૂચનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાનો સ્થાનિકોને ભય રહે છે. ભરૂચનાં વાલિયાનાં કરસડિયામાં ગઇકાલે દીપડો દેખાતા આજે અંકલેશ્વરનાં અવાદર ગામે દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અવાદર ગામમાં દીપડાએ બકરીનો શિકાર કરવા હુમલો કર્યો હતો જે હુમલો જોતાં આજુબાજુમાં ખેતરમાં કામ કરતાં લોકોએ બૂમો પાડતા દીપડાએ બકરીને છોડી હતી ત્યારબાદ દીપડો ભાગીને નાળામાં ધૂસી ગયો હતો. આથી ખેતરમાં કામ કરતાં મજૂરો દ્વારા નાળુ બંધ કરી વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

અવાદર ગામમાં દીપડો દેખાતા ગામનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ વનવિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં MSU ને રાખડી બાંધીને પૂર્વ વિદ્યાર્થીઓએ કોમન એકટનો વિરોધ કર્યો

ProudOfGujarat

ગોધરા : અંબાલી મુકામે વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામીનીબેન સોલંકી.

ProudOfGujarat

શું બિગ બોસ 10 ના સ્પર્ધક જેસન શાહે સંજય લીલા ભણસાલીની હીરા મંડીમાં કાસ્ટ કર્યો??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!