Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર બે ઇસમોનો હુમલો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા ગામે રહેતા અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા છેલ્લા બે મહિનાથી માલીપીપર ગામે એક સિલિકા પ્લાન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૪ મીના રોજ સાંજના સાડા સાતના સમયે અશ્વિનભાઇ ઘરેથી માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટમાં નોકરીએ જવા નીકળ્યા હતા. સિલિકા પ્લાન્ટ બંધ થયા બાદ રાતના સાડા બારના અરસામાં તેઓ ચા પીને પ્લાન્ટમાં રાઉન્ડ મારવા ગયા હતા. તે દરમિયાન બે ઇસમો અશ્વિનભાઇ પર હુમલો કરીને તેમને માર મારવા લાગ્યા હતા. અશ્વિનભાઇએ આ ઇસમોને જોતા આ બે ઇસમો પૈકી એક જુના આમોદ ગામનો શૈલેષભાઇ કિશોરભાઇ વસાવા અને તેની સાથે આવેલ ઇસમ મંગાભાઇ બાધરભાઇ વસાવા હતા. શૈલેષના હાથમાં ધારિયું હતું. તેણે અશ્વિનભાઇને ડાબા પગમાં ઘુંટણના નીચે ધારિયાનો હાથો મારી દીધો હતો, તેમજ માથાના ભાગે અને હાથના ભાગે ધારિયાના ઝટકા માર્યા હતા. બીજા ઇસમ મંગાભાઇ બાધરભાઇ વસાવાએ અશ્વિન સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામા અશ્વિનભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ અશ્વિનભાઇની જુના આમોદ ગામની સીમમાં આવેલ જમીનની બાજુમાં શૈલેષ વસાવાની જમીન પણ આવેલી છે. શેલેષ અશ્વિનભાઇની જમીનમાંથી રસ્તો કાઢવાનું કહેતો હોઇ, રસ્તા બાબતે બન્ને વચ્ચે તકરાર ચાલ્યા કરે છે, તે વાતની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું. ઘટના સંદર્ભે અશ્વિનભાઇ શાંતિલાલ વસાવા રહે.નવા માલજીપુરા (સારસા ડુંગરવાળું) તા.ઝઘડીયાનાએ શેલેષભાઇ કિશોરભાઇ વસાવા તેમજ મંગાભાઇ બાધરભાઇ વસાવા બન્ને રહે.ગામ આમોદ, તા.ઝઘડીયા, જિ.ભરૂચના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

ગુજરાતના સીએમની જામનગર મુલાકાત સમયે જ કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ.

ProudOfGujarat

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!