Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાઇકને કારણે છાંટા ઉડતાં ટોકનાર યુવાન પર ત્રણ જણાનો હુમલો

Share

વાગરાના સુવા ગામે સીંગનાથ મંદિર પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકાના સુવા ગામે સીંગનાથ ફળિયામાં રહેતાં શૈલેષ ચંદુ સોલંકીનો પુત્ર સંદિપ તેના મિત્ર કલ્પેશ સાથે જમી પરવારીને સીંગનાથ મહાદેવ મંદિર તરફ ગયો હતો. થોડીવાર બાદ કલ્પેશ દોડતો ઘરે પરત આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, સંદિપને કેટલાંક જણા મારે છે. જેથી તેઓ તુરંત સ્થળ પર દોડી જતાં તેમણે જોયું તો અંભેટા ગામનો ધનરાજ ગોહિલ, તેમજ તેમના સુવા ગામમાં જ રહેતા દશરથ કાલીદાસ ગોહિલ અને તેનો ભાઇ અર્જૂન એમ ત્રણ જણા મળી તેને મારી રહ્યાં હતાં. જોકે, તેમણે તેમને રોકવા જતાં દશરથે તેમને તમાચા મારી દીધાં હતાં. જોકે, શૈલેષ્ તેમના પુત્રને લઇને ઘરે આવી પુછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે અને તેનો મિત્ર મંદિરેથી પરત આવી ઝઘડાનું કારણ પુછતાં તેણે જણાવ્યું હતું કે, તેઓ પરત આવી રહ્યાં હતાં. ત વેળાં ધનરાજે સ્પીડમાં બાઇકચલાવી હતી. જેના કારણે તેમના પર પાણી ઉડતાં તેઓએ તેને જોઇને ગાડી ચલાવવા કહેતાં ધનરાજ ઉશ્કેરાઇ ગયો હતો. તેણે પહેલાં તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તેના સાગરિતો દશરથ અને અર્જૂનને ફોન કરી બોલાવતાં તેઓપણ તેને મારવા લાગ્યાં હતાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માાટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વર્ષો ની પરંપરા મુજબ કોમી એકતાના સ્તંભ સમાન મોટા મિયા માંગરોળ ની ઐતિહાસિક ગાદી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરા પોલીસ કમિશનરની પહેલ, નવરાત્રીમાં રાત્રે ઘરે જવા વાહન નહીં હોય તો પોલીસ મૂકવા આવશે

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના વડપાન ગામની સીમમાં જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!