Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં યુવકનું અપહરણ કરી મારપીટ: ચાર સામે ગુનો નોંધાયો

Share

વાંકલ: ઉમરપાડાના વાડી ગામના આયુષભાઈ રાજનભાઈ વસાવાનો એક મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં નીતિન વસાવા, મહેશ નથિયા વસાવા, અલ્કેશ વસાવાએ સાથે મળી ઇકો ગાડી નં.(GJ-19-AM-2659)માં લઈ આવ્યા હતા. એ વેળા તા.21/8/2024ના રોજ 12-30 વાગ્યાની આસપાસ આયુષભાઈ તથા પ્રતાપભાઈ વસાવા ટિફિન આપી યુનિકોર્ન મોટરસાઈકલ ઉપરથી ઘરે જતી વેળા વાડી ગામે એક ક્વોરીની પાસે આયુષભાઈનો રસ્તો રોક્યો હતો. બાદ ગાળો આપી લાકડાથી માર મારી તેને ઊંચકી કારમાં બેસાડી અપહરણ કરી વાડી ગામે કેલીકૂવા ફળિયામાં ઘરમાં ગોંધી રાખ્યો હતો. ઉપરાંત મહિલાના પતિએ હવે જો મારી પત્ની સાથે લફડું રાખશે તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. આયુષને માથા તથા શરીરે લાકડાના સપાટા તથા ઢીકમુક્કીનો માર મારી ધમકી આપતાં રાજેન્દ્રભાઈ સંપત વસાવા (રહે.,વાડી)એ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉમરપાડા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી લાજપોર જેલ હવાલે કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરાયું…

ProudOfGujarat

લગ્નના ત્રણ મહિનામાં તકરાર, કન્યા પોલીસ સ્ટેશને ગઇ તો તે સગીર હોઇ બાળલગ્નનો ગૂનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચ એસ.ડી.એમ કચેરી ઉપર અપક્ષ ઉમેદવારો ચૂંટણી ચિન્હને લઇ વિરોધ નોંધાવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!