Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ચોકડી નજીક સવારના સમયે ભારે ટ્રાફિકજામ : અનેક વાહનચાલકો અટવાયા

Share

ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક આજે ફરીએકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહનચાલકો અટવાયા હતા

 

Advertisement

ભરૂચ શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક આજે સવારના સમયે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફિસ સમય દરમિયાન અચાનક સર્જાયેલા ટ્રાફિકજામના કારણે અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.આડેધડ પાર્કિંગ તેમજ બિસ્માર માર્ગોની સ્થિતિ ટ્રાફિકજામનું મુખ્ય કારણ બની હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને દહેજ સ્થિત વિવિધ કંપનીઓમાં કામે જતા કર્મચારીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા.
ટ્રાફિકજામની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની રહી છે જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી માંગ કરવામાં આવી છે.


Share

Related posts

રાજપારડીમાં તોલમાપ વિભાગનાં ચેકિંગમાં નાના માછલા જ પકડાયા ? મોટા મગરમચ્છ કેવી રીતે છટકી ગયા ?!

ProudOfGujarat

અરબી સમુદ્રમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ONGC એ સવાર 9 વ્યક્તિમાંથી 6 ને બચાવ્યા.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન પાસે યુવક કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!