Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: પાણીના પ્રવાહમાં બાઈક તણાઇ : ચાલક એક પોલ પર ચઢી ગયો : રેસ્ક્યૂ ટીમે બચાવ્યો

Share

 

અંકલેશ્વર શહેરના અંડાળા વિસ્તાર ખાતે આવેલી RMPS સ્કૂલ નજીક વરસાદી પાણી ભરાવાના કારણે એક બાઈકચાલક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. માર્ગ પર પાણીનો જોરદાર પ્રવાહ હોવાના કારણે બાઈક અચાનક પાણીમાં ખેંચાઈ ગઈ હતી.

Advertisement

બાઈકચાલકે સમયસૂચકતા દાખવી નજીક આવેલા એક પોલ પર ચડી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો અને આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ઘટનાની જાણ કરી હતી.

માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી બાઈકચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઘટનામાં બાઈકચાલકનો આબાદ બચાવ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વરસાદી પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

टाइगर श्रॉफ और कृष्णा श्रॉफ एक विशेष एमएमए जिम के लिए आये एक साथ!

ProudOfGujarat

ગુજરાતમાં કોરોના વાઇરસના ત્રણ કેસ પોઝિટિવ : રાજકોટ- સુરત પછી અમદાવાદમાં 1 કેસ નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ઝઘડિયા તાલુકાનાં બચુભાઈ વસાવા વિજયી થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!