Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જોલવાથી દહેજ જતી પોલીસની ગાડીને ટ્રેક્ટરે રોંગ સાઈડે આવી ટક્કર મારી 

Share

ઘટનામાં સદનશીબે કોઈને જાનહાની થઈ ન હતી
। ભરૂચ ।
દહેજ પોલીસની બોલેરો જીપને જોલવા પાસે રોંગ સાઈડથી આવતાં ટ્રેકટરના ચાલકે ટક્કર મારતાં જીપ ડિવાયડર ચઢીને પલટી ગઈ હતી. ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી. સદનશીબે ઘટનામાં અન્ય કોઈને હાની થઈ ન હતી. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દહેજ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં અલ્પેશ મોતીસિંગ વસાવા બપોરના સમયે હેકો વિવેકકુમાર રતિલાલભાઈ સાથે સરકારી બોલેરો કાર લઈને પેટ્રોલિંગમાં ફરતાં હતાં.તે વેળાં જોલવા ગામમાં પેટ્રોલિગ કરી સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેઓ પરત દહેજ તરફ આવી રહ્યાં હતાં. તે વેળાં દહેજ તરફથી રોંગ સાઈડથી આવતાં એક ટ્રેક્ટર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રેકટર હંકારી લાવી બેફિકરાઈથી ચલાવી તેમની બોલેરો જીપને ટક્કર મારતાં ડ્રાઈવરનો સ્ટિયરીંગ પર કાબુ નહીં રહેતાં જીપ ડિવાયડર પર ચઢી જઈ રોડથી વચ્ચે આડી પડી ગઈ હતી. અકસમાતમાં ગાડીને ભારે નુકશાન થયું હતુ. જ્યારે ડ્રાઈવર અલ્પેશ વસાવાને હાથમાં સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, હેકો વિવેકભાઈનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જનારા ચાલકે પણ કાબુ ગુમાવતાં તેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. બનાવને પગલે તેમણે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Share

Related posts

સુરેન્દ્રનગર : તરણેતરના મેળામાં ૧૭૦ જેટલા પશુઓ વચ્ચે સ્પર્ધા : ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

વડોદરા : કરજણ જલારામ નગરના ગિરધર નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર અભિષેકનું આયોજન કરાયું

ProudOfGujarat

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!