Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ન્યુ આનંદનગરમાં જુગાર રમતાં ચાર ઝડપાયાં

Share

પોલીસને જોઇ જુગારિયાઓમાં દોડધામ મચી

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના ન્યૂ આનંદનગર સોસાયટી પાસે આલી માતરિયા ઝૂપડપટ્ટી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. તેવી ચોક્કસ બાતમી ભરૂચ એ ડીવિઝન પોલીસને મળી હતી. જેના પગલે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, પોલીસે ત્યાં જુગાર રમતાં ચાર જુગારિયા વિશાલ ટીના વસાવા, ઉમેશ મોહન વસાવા, કિશન વિજય વસાવા તેમજ તુષાર સંજય ઠાકોરને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 6 હજાર તેમજ 3 મોબાઇલ મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામા વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

નેત્રંગ-વાલીયા તાલુકાના ૧૯ ગામોમાં તાત્કાલીક પાણીના સંગ્રહના સંપ બનાવાની માંગ

ProudOfGujarat

જૂનાગઢમાં બે જૂથ વચ્ચે અથડામણ, એકબીજા પર 20થી વધુ ફાયરિંગ, વાહનોની તોડફોડ

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાનો આતંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!