Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાના કારણે ગંભીર અકસ્માત કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતાં બાઈક સવાર ઘાયલ

Share

અંકલેશ્વર-હાંસોટ રોડ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કડકિયા કોલેજ નજીક રસ્તા પરના ખાડાને કારણે થ્રી વ્હીલર ટેમ્પો અનિયંત્રિત થઈને પલટી ગયો હતો. ટેમ્પો બાજુમાં જઈ રહેલી બાઈક પર પડતાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘટના બાદ ઘાયલ બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ,અંકલેશ્વરની કડકિયા કોલેજથી એશિયાડ નગર સુધીનો માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. રસ્તા પર મોટા ખાડાઓની સંખ્યા વધી રહી છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે સ્થાનિક લોકોએ આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી કરી છે. જો સત્વરે આ રસ્તાનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો વધુ અકસ્માતો થવાની શક્યતા છે.

Advertisement

Share

Related posts

આદર્શ આચાર સંહિતામાં ચૂંટણી પ્રચારમાં ગેરરીતી સહિતની બાબતોને સખત શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

જામનગરમાં જિલ્લા પંચાયત સ્મૃતિ ભવન ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મફત આંખની તપાસ દાંતનું ચેકઅપ તથા સારવાર માટે કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!