Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બે રિક્ષામાં 92 હજારના વિદેશીદારૂની હેરાફેરી કરનારા બે શખ્સ ઝડપાયાં

Share

વાલિયાના ચંદેરિયા ગામ પાસે પોલીસે પકડ્યાં

ભરૂચ.

Advertisement

વાલિયા તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નેત્રંગ તાલુકાના ચીકલોટા ગામ તરફથી વાલિયા તરફ એક રીક્ષામાં વિદેશીદારુની હેરાફેરી થઇ રહી છે. જેના પગલે પોલીસે ચંદેરિયા ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની રીક્ષા આવતાં ટીમે તેને રોકી તપાસ કરતાં તેમાં પાછળના સીટ પર મુકેલી બે બેગમાં વિદેશીદારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેનું નામ અબ્દુલઅકરમ અબ્દુલલતીફ શેખ ( રહે. રાજપીપળા)હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાનમાં બીજી એક રિક્ષા ત્યાં આવતાં ટીમે તેને પણ ઝડપી પાડી પાડતાં તેમાંથી પણ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. રિક્ષા ચાલકની પુછપરછ કરતાં તેનું નામ સદ્દામહુસેન રહેમાન શેખ (રહે. તિલકવાડા) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે બન્ને રિક્ષામાંથી કુ લ92 હજારથી વધુની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો તેમજ બન્ને રીક્ષા, બે મોબાઇલ મળી કુલ 2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધર છે.


Share

Related posts

સુરતના ઉધનામાં ગંદકીનું સામ્રાજ્ય : યુવાનો દ્વારા ગંદકી ફેલાવતા લોકોને રોકવા માટે નવી મોહીમ શરૂ કરાય.

ProudOfGujarat

ભરૂચ દેરોલ ચોકડી પરથી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!