Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં એક્ટિવા ભટકાતા મહિલાનું મોત

Share

આમોદ-દહેજ રોડ પર ઇન્ડિ્યન પેરોક્સાઇડ કંપની પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

વાગરામાં આવેલાં દહેજ ગામે ખોડિયાર મંદિર પાસે રહેતાં અને મુળ યુપીના અખિલેશ રામાકાન્ત યાદવ દહેજની ઓર્ગેનિક કંપનીમાં ફિટર તરીકે નોકરી કરે છે. જ્યારે તેમની પત્ની કંચના દેવી ટેગ્રોસ કંપનીમાં કેન્ટીનમાં બે વર્ષથી કામ કરે છે. સવારે તેમની પત્ની એક્ટિવા લઇને નોકરીએ જવા માટે નિકળી હતી. દરમિયાનમાં આમોદ રોડ પર આવેલી ઇન્ડિયન પેરોક્સાઇડ કંપની પાસેથી પસાર થતાં સમયે રોડની સાઇડમાં ઉભેલી ટ્રકમાં તેમની એક્ટિવા ધડાકાભેર ભટકાઇ ગઇ હતી. અકસ્માતને પગલે તેમને ગંભીર ઇજાઓ થઇ હોઇ તેમને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર વેળાં તેનું મોત નીપજ્યું હતં. બનાવને પગલે મૃતકના પતિએ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

લીંબડી સામાજીક કાર્યકરો, પોલીસ અને મંગલ મંદિર માનવની સરાહનીય કામગીરી

ProudOfGujarat

નડિયાદના ભૂમેલ ગામની સીમમાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડતા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

વડોદરા : વારસિયા વિસ્તારમાં પટેલ પાર્ક ખાતે બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાસાઈ થતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!