Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIASportUncategorized

તા.૨૭ થી તા.૩૧ ઓગસ્ટના દરમ્યાન સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” ઉજવણી કરાશે

Share

ભરૂચ 

હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન “નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫”ની ઉજવણીનું આયોજન કરાયું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં તમામ શાળા/કોલેજમાં ફીટ ઇન્ડિયા શપથ તેમજ શાળાઓમાં નિબંધ લેખન તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તા.૨૯ મી ઓગસ્ટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એમીક્રશ ઈન્ટનેશલ સ્કૂલ લુવારા ખાતે યોજાનાર છે. જેમાં જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા, રસ્સાખેંચસંગીત – ખુરશીજિલ્લા કક્ષા ફેન્સીંગ સ્પર્ધા, નાના બાળકો માટે લીંબુ ચમચી તેમજ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ખેલાડીઓ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવશે છેતા.૩૦મી ઓગસ્ટે અંકલેશ્વર ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નાના બાળકોને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન અને તા. ૩૧ ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાં  સન્ડે ઓન સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૬ ૩૦ કલાકે કલેક્ટર કચેરીના પટાંગણ થી સાયક્લોથોનનો પ્રારંભ થશેજે શકિતનાથ સર્કલથી – શકિતનાથ થી પાંચબત્તિપાંચબત્તિ થી સ્ટેશનત્યાંથી પરત શાલીમાર થઈ સિવિલ હોસ્પિટલ રોડ અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થશે. સાયક્લોથોનમાં ભરૂચ જિલ્લાના તમામ અધિકારીકર્મચારીઓવિવિધ સંસ્થાઓખેલાડીઓસામાજિક કાર્યકર્તાઓમહાનુભાવો સહિતના જોડાશે. 
Advertisement

Share

Related posts

रितिक की वजह से यशराज की फिल्म छोड़ने की खबर के ऊपर दिशा पटानी का बयान…

ProudOfGujarat

ભરૂચની પુષ્પકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં રાત્રે 8 વાગ્યે ગુરૂવારે રાવન દહન કરાશે

ProudOfGujarat

ગરીબ સગીરા અને તેની બેન અનાજ દળવા ગઈ હતી ત્યારે આરોપી પતિ-પત્નિ ઓળખાળનો લાભ લઈ કપડા અપાવવાના બહાને લઈ જઈ ગોંધી રાખી આરોપી પત્નિની મદદથી બળાત્કાર ગુજારવાના કેસમાં નરાધમ આરોપીને ૧૦ વર્ષ કારાવાસની સખત સજા તેમજ રૂ.૨૦૦૦ નો દંડ ફટકારતી નામદાર કોર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!