Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIASportUncategorized

ખેલ મહાકુંભ ૨૦૨૫- આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ

Share

ભરૂચ

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રભરૂચ દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડે ભરૂચ ખાતે આવેલી એમીકસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મહાનુભાવોએ ગણેશવંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જિલ્લાના ખેલાડીઓ જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં સફળતા મેળવી ભરૂચ જિલ્લાનું નામ ગૌરવ વધાર્યું છેતેમનું મંચ પરથી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.ત્રિદિવસીય ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા, વોલીબોલબાલ્કેટ બોલ,રસ્સાખેંચજિલ્લા કક્ષા ફેન્સીંગ સ્પર્ધા જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતીજેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી માત્ર કાર્યક્રમ જ નહીં પરંતુ યુવાનોમાં રમત પ્રત્યેનો ઉત્સાહફિટ ઈન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવતી સાબિત થઈ છે.

નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલે જણાવ્યું કેહોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજીએ ભારત દેશને 3 જેટલાં ગોલ્ડ મેડલ અપનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે ત્યારે આજે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોવાનું ગૌરવ છે. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા માટે વિવિધ પહેલોની પણ ચર્ચા કરવામાં આવી હતી. રમતથી યુવાનોમાં શિસ્તસમર્પણ અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન મળે છે. જીવનભર વ્યકિત ફીટનેશ પ્રત્યે રૂચિ કેળવી ઊર્જાવાન બને છે.

Advertisement

વધુમા મહાકુંભ સ્પર્ધા અંગે વાત કરતા તેમણે કહ્યું કેગુજરાતના રમતવીરો માટે સૌથી મોટો ઉત્સવ એટલે કેખેલ મહાકુંભ- ૨૦૨૫માં ભાગ લેવા માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. શાળા કક્ષાએથી કોઈને કોઈ રમતોમાં ભાગ લેવા મંચ ઉપરથી તેમણે આહ્વાન કર્યું હતું અત્રે ઉલ્લેખનિય છે કેખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લાના રમતવીરો https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૨૯ ઓગસ્ટ૨૦૨૫ થી તા. ૨૨ સપ્ટેમ્બર૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત વધુ વિગતો માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર કોલ કરીને માહિતી પ્રાપ્ત કરી શકે છે. ખેલ મહાકુંભ અન્વયે જુદી જુદી ૩૯ રમતો યોજાશે આ તકેસ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ભરૂચ દ્નારા નિર્મિત રમશે ગુજરાત, જીતશે ગુજરાતની થીમની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભુતિબા યાદવભરૂચ મામલતદાર  મિસ્ત્રીજિલ્લા આગેવાન પ્રકાશ મોદી, શાળાના પ્રિન્સિપલસ્કૂલ મેનેજમેન્ટસ્પોર્ટ્સ સંકુલના રમતવીરો,સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ડભોલીગામની 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારને 2 વર્ષે 14 વર્ષની સજા

ProudOfGujarat

મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બાદ તંત્ર જાગ્યું, વડોદરામાં કેબલ બ્રિજના મોનીટરીંગ અંગે અપાઈ સૂચનાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!